અમદાવાદગુજરાતગુનોમધ્ય ગુજરાતરાજ્ય

જેગુઆર કાંડ – 9 લોકોનો જીવ લેનાર નબીરા તથ્ય પેટલની ધરપકડ

ચહેરા પર ચિંતાની કોઈ રેખા પણ દેખાઈ નહીં

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગત રાત્રીએ ગોજારો અકસ્માત થયો હતો. જે કેસમાં મુખ્ય આરોપી જેગુઆર કાર ચાલક તથ્ય પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. આ શખ્સની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તે પોલીસના જ હાથમાં હતો અને તેની સામે હવે કાયદાકીય કાર્યવાહી થવાની છે. પરતું આ બધી બાબતોમાં તથ્ય પટેલના ચહેરા ઉપર આ વાત લઈને ચિંતાની એક રેખા પણ જોવા મળતી નહોતી. ઉલ્ટાનું એ તો માહન કામ કર્યું હોય એમ બિન્દાસ્ત ઊભો હતો. એટલું જ નહીં તેના ચહેરા પરથી 20 લોકોને ફંગોળી નાખવાનો અને 9 લોકોના જીવ લેવાનો જરા પણ રંજ નજરે પડી રહ્યો નહતો. ઘટનાને લઈને જ્યાં 9 પરિવારોનો અંતરઆત્મા તેમજ આજુબાજુના વિસ્તારમાં હાહાકાર થઈ ગયો છે. ત્યાં બીજી બાજુ તથ્યના મોંઢા પરથી માંખ ઉડતી ના હોય તેવું જોવા મળ્યું છે. હાલ આ ઘટનામાં પોલીસે તથ્યના પિતા અને તથ્યની પણ ધરપકડ કરી લીધી છે.

તથ્યના સાથે કારમાં રહેલા મિત્રોની પણ અટકાયત
એક થાર કાર ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી અને આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોની મદદ માટે લોકો દોડી ગયા હતા. આ સમય દરમિયાન અમદાવાદ પોલીસને અકસ્માતની જાણકારી મળતા પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી અને એજ સમયે અચાનક ફૂલ સ્પીડમાં એક જેગુઆર કાર આવી અને લોકોને ફંગોળી નાખ્યા હતા. આ ઘટનામાં એક હોમગાર્ડ, પોલીસ કર્મચારી સહિત 9 વ્યક્તિ મોતને ભેટ્યા હતા. અકસ્માત બાદ આ મામલામાં કાર ચાલક આરોપી તથ્ય પટેલના બચાવમાં તેના પિતા અને વકીલ સામે આવ્યા હતા. જોકે પોલીસે આ મામલામાં તથ્ય પેટલના પિતા સહિત 6 વ્યક્તિની અટકાયત કરી લીધી છે. જેમાં તથ્ય સાથે કારમાં રહેલા તેના મિત્રોનો પણ સમાવેશ થાય છે.

9 લોકોના જીવ લેવાના કેસમાં પકડાયા તો શરમથી મોંઢા છૂપાવવા લાગ્યા 

પ્રાપ્ત માહિતી અનુસાર જેગુઆર ફૂલ સ્પીડમાં લોકોને ફંગોળી નાખ્યા પછી તથ્યને લોકોનું ટોળું ફરી વળ્યું હતું. તથ્યને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાં તેને ઈજા પણ થઈ હતી. આ ઘટનાની જાણકારી મળતા તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમણે પુત્રને ત્યાંથી લઈ જઈને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં હોસ્પિટલમાં તથ્યની સારવાર કરવામાં આવી હતી. જોકે હવે જાણકારી મળી રહી છે કે તથ્યની હાલત હાલ સામાન્ય છે. તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. હવે આ મામલામાં પોલીસ તેની ધરપકડ કરી તેને પણ કોર્ટમાં રજુ કરશે અને આગળની કાર્યવાહી હાથ ધરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button