તેલંગાણારાજનીતિ

રેવંત રેડ્ડી હશે તેલંગાણાના મુખ્યમંત્રી, 7 ડિસેમ્બરે લેશે શપથ

તેલંગાણામાં સીએમનું નામ ફાઈનલ થઈ ગયું છે. રેવંત રેડ્ડી તેલંગાણાના સીએમ બનશે. નોંધનીય છે કે રેવંત રેડ્ડી (Revant Reddy) તેલંગાણામાં કોંગ્રેસના અધ્યક્ષ પણ છે અને ચૂંટણી (Elections) જીત્યા બાદ તેઓ હાઈકમાન્ડની પહેલી પસંદ રહ્યા હતા. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસની જીત થઈ, ત્યારે ચર્ચાઓ શરૂ થઈ કે રેડ્ડીને સીએમ પદની જવાબદારી આપવામાં આવી શકે છે. રેવંત રેડ્ડી તેલંગાણાના સીએમ બનશે અને તેઓ 7મી ડિસેમ્બરે શપથ લઈ શકે છે.

તેલંગાણામાં કોંગ્રેસની જીતમાં તેલંગાણા કોંગ્રેસના અધ્યક્ષ રેવંત રેડ્ડીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. કદાચ આ જ કારણ છે કે તેઓ સીએમ પદ માટે પાર્ટીની પસંદગી બની ગયા. ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે. કર્ણાટક પછી તેલંગાણા દક્ષિણનું બીજું રાજ્ય છે જ્યાં કોંગ્રેસની સરકાર બનશે.

તેલંગાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન રેડ્ડીની રાહુલ અને પ્રિયંકા સાથેની નિકટતા સામે આવી હતી. જે બાદ ચૂંટણી પંડિતોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે જો તેલંગાણામાં કોંગ્રેસ જીતશે તો રેડ્ડી સીએમ બની શકે છે. તેલંગાણામાં કોંગ્રેસના વિજય અભિયાનનો ચહેરો બનેલા રેવંત રેડ્ડી પણ પાર્ટીના વરિષ્ઠ નેતાઓના વિરોધનો સામનો કરી રહ્યા છે. રાજ્ય કોંગ્રેસના નેતાઓના વિરોધને પગલે ગઈકાલે સાંજે મુખ્યમંત્રી પદ માટે શપથ ગ્રહણ સમારોહ રદ કરવો પડ્યો હતો. આ પછી ફરી ચર્ચા થઈ હતી.

રેવંત રેડ્ડી તેલંગાણાના 3 સાંસદોમાંથી એક છે જેમણે 2019ની લોકસભા ચૂંટણી જીતી હતી. નવાઈની વાત એ છે કે રેવન્ત રેડ્ડીએ પોતાના રાજકારણની શરૂઆત એબીવીપીથી કરી હતી. આ પછી, તેઓ તેલુગુ દેશમ પાર્ટી, ટીડીપીમાં પણ રહ્યા અને બાદમાં કોંગ્રેસમાં જોડાયા અને પાર્ટીની જીતના હીરો બન્યા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button