અમદાવાદ

IPL મેચ પહેલા અમદાવાદમાં આતંકનો ઓછાયો? 4 આતંકીઓની ધરપકડ બાદ મોટો ખુલાસો

હાલ IPL 2024 ચાલી રહી છે, આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં SRH અને KKR વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. તો બુધવારે RCB અને RR વચ્ચે મેચ રમાવાની છે.

હાલ IPL 2024 ચાલી રહી છે, આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં SRH અને KKR વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. તો બુધવારે RCB અને RR વચ્ચે મેચ રમાવાની છે. જોકે, આ પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ISIS (ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરિયા)ના ચાર આતંકવાદીઓ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાતા પોલીસની સાથે ગુપ્તચર એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે.

સેન્ટ્રલ એજન્સીઓને મળ્યા હતા ઈનપુટ

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સેન્ટ્રલ એજન્સીઓને આતંકી મામલે કેટલાક ઈનપુટ મળ્યા હતા. જેની જાણ એજન્સીએ ગુજરાત ATSને કરી હતી, જેથી ગુજરાત ATSએ અમદાવાદ એરપોર્ટ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ શખ્સ મળી આવ્યો હતો, તેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં કુલ ચાર શખ્સોનું કનેક્શન સામે આવ્યું હતું.

ISIS સાથે જોડાયેલા છે ચારેય આતંકીઓ

આ મામલે મોટો ખુલાસો થયો છે, આ તમામ ચેન્નાઈથી અમદાવાદ આવ્યા હતા. ચારેય સુસાઈડ બોમ્બર બનવા તૈયાર હતા. ચારેય પાસેથી શ્રીલંકન અને ભારતીય ચલણ મળી આવ્યું છે. તેમી પાસેથી 4 પાસપોર્ટ અને 2 ફોન મળી આવ્યા છે. આ ચારેય આતંકીઓ આતંકવાદી સંગઠન ISIS આતંકવાદીઓ છે અને તેઓ મૂળ શ્રીલંકન નાગરિક છે. ચારેયને ભાષા જ આવડે છે. આ ચારેય ગુજરાત કેમ આવ્યા? શું તેઓ કોઈ મોટી આતંકી ષડયંત્રને અંજામ આપવાના હતા? શું તેઓ કોઈ મોટા હુમલાની ફિરાકમાં હતા? તેઓની સાથે અન્ય કોણ-કોણ સામેલ છે? આ મામસે  ATS દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

મંગળવારે અને બુધવારે અમદાવાદમાં મેચ

તો આપને જણાવી દઈએ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે ક્વોલિફાયર-1 અને બુધવારે એલિમિનેટર મેચ રમાવાની છે. બુધવારની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે રોયલ રાજસ્થાનની ટીમ ટકરાશે. આ ટીમમાં વિરાટ કોહલી હોવાને કારણે ક્રિકેટ ચાહકોમાં આ મેચની ટિકિટની ખરીદી માટે સૌથી વધુ ધસારો છે.

જોકે, મંગળવારે અમદાવાદમાં મેચ યોજાય તે પહેલા જ એરપોર્ટ પરથી આતંકવાદીઓને ગુજરાત ATSએ ઝડપી પાડ્યા છે. મેચ પહેલા આતંકીઓ ઝડપાતા શહેર પોલીસની સાથે સેન્ટ્રલ એજન્સીઓ પણ દોડતી થઈ ગઈ છે.

Back to top button