ગુજરાતગુનો

ગુજરાતમાં ફરી આતંકવાદીઓ સક્રિય થયા

ગોધરાથી 6 સ્લીપર સેલની ATS દ્વારા અટકાયત

રાજ્યમાં ફરી એકવાર સ્લીપર સેલ એક્ટિવ થયા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ATS દ્વારા આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગોધરામાંથી એક સાથે 6 શંકાસ્પદોને ઉઠાવી લેવામાં આવ્યા છે. પોરબંદર, સુરત બાદ હવે ગોધરામાં પણ ATS દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેના પગલે એટીએસ ન માત્ર સક્રિય થઇ પરંતુ સર્ચ ઓપરેશન પણ ચાલુ કર્યું છે.

NIA અને સેન્ટ્ર IB દ્વારા ઇનપુટ અપાયા હતા

NIA અને સેન્ટ્રલ IB એ ગુજરાત એટીએસને ઇનપુટ મળ્યા હતા. ISKP (ઇસ્લામીક સ્ટેટ ખુરાસાન પ્રોવિન્સ) આતંકવાદી સંગઠનના સ્લીપર સેલ એક્ટિવ હોવાની પણ માહિતી મળી હતી. ઇનપુટના પગલે ATS દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. સર્ચમાં એક મહિલા સહિત 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. અગાઉ પણ સુરતમાંથી ISKP આતંકવાદી સંગઠન સાથે જોડાયેલી મહિલાની ધરપકડ કરાઇ છે.

લાંબા સમયથી ATS સ્લિપર સેલ પર રાખી રહી છે નજર

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાંથી મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોરબંદરથી પણ 3 આતંકવાદી ઝડપાયા હતા. ISKP ઇસ્લામિક સ્ટેટ ફોર ખુરાસાન પ્રોવીન્સના સ્લીપર સેલ એક્ટિવ થયા હોવાની આશંકાને પગલે એજન્સીઓ એલર્ટ મોડ પર છે. ઝડપાયેલા શંકાસ્પદ લોકોની પુછપરછ કરાઇ રહી છે. આ મોડ્યુલ સાથે જોડાયેલા લોકોની સધન તપાસ શરૂ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button