રમતગમતવિશ્વ

રિંકૂ અને અક્ષરની કમાલ, ટીમ ઈન્ડીયાએ ઓસ્ટ્રેલિયા સામેની ટી 20 સીરિઝ જીતી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણીની ચોથી મેચ રાયપુરમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમનો 20 રને વિજય થયો હતો. આ જીત સાથે ભારતે શ્રેણી પર પણ કબ્જો કરી લીધો છે.

  • T20 સીરીઝમાં ભારતે-ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું
  • ભારતે T20 શ્રેણીમાં 3-1 થી  સરસાઈ મેળવી
  • ઓસ્ટ્રેલિયા સાત વિકેટે 154 રન બનાવ્યા

પાંચ મેચોની શ્રેણીની ચોથી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું છે. આ જીત સાથે તેણે T20 શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયા સાત વિકેટે 154 રન જ બનાવી શક્યું હતું.

ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ ખૂબ જ આક્રમક શરૂઆત કરી હતી અને માત્ર ત્રણ ઓવરમાં 40 રન બનાવી લીધા હતા. ટ્રેવિસ હેડે દીપક ચહરની એક ઓવરમાં 22 રન બનાવ્યા હતા. ભારતને પ્રથમ સફળતા રવિ બિશ્નોઈએ અપાવી હતી, જેણે જોશ ફિલિપને બોલ્ડ કર્યો હતો. આ પછી, અક્ષર પટેલની સ્પિનનો જાદુ કામ કરી ગયો અને તેણે વેડ, હાર્ડી અને મેકડર્મોટને પેવેલિયનમાં મોકલીને ઓસ્ટ્રેલિયાની હાલત ખરાબ કરી દીધી.

ત્યારપછી ઓસ્ટ્રેલિયન ટીમે ટિમ ડેવિડ અને મેથ્યુ શોર્ટની વિકેટ ગુમાવી હતી. જેનાથી તેની તકો ખરાબ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને છેલ્લી બે ઓવરમાં 40 રન બનાવવાના હતા. પરંતુ મેથ્યુ વેડ પાછલી મેચની જેમ અદભૂત કંઈ કરી શક્યો ન હતો. અક્ષર પટેલે ચાર ઓવરમાં માત્ર 16 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે દીપક ચાહરને બે અને રવિ બિશ્નોઈને એક સફળતા મળી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button