ડાંગ

સુબિર તાલુકા પ્રમુખ અને તેના પતિ દ્વારા તલાટીઓને બંધક બનાવી ધાક-ધમકી આપવાની બાબતે તલાટીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ સમેટાય

સુબીર તાલુકા પંચાયતના સાતજેટલા તલાટીઓ તેમના જીવનેજોખમ હોવાનું કારણ દર્શાવી અચોક્કસ મુદતની હડતાલ પરઉતરી પડતા તંત્ર દોડતું થયું હતું.

તાલુકા પ્રમુખ અને તેના પતિએ તલાટીઓને બંધક બનાવી ધાક-ધમકી આપ્યાનો આક્ષેપ કરાયો હતો. ડાંગના સુબીર તાલુકાના સાત તલાટીઓએ સુબીર તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી તેઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી પડ્યા હતા.

રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે તલાટીઓ સુબીર તા.પં.ના હોલમાં નાયબ જિલ્લા વિકાસઅધિકારીની અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં હાજર હતા. જેમાં તેમને સૂચના મળતા તલાટીઓ કાગળિયા તૈયાર કરી રહ્યા હતા. તે દરમિયાન સુબીર તાલુકા પ્રમુખ અને તેના પતિ હોલનો મુખ્ય દરવાજો બંધ કરી દઈ તલાટીઓને અપશબ્દો બોલી નોકરીમાંથી બરખાસ્ત કરવાની ધમકી ઉચ્ચારતા સુબીર તાલુકાના સાત જેટલા તલાટીઓએ લેખિત રજૂઆત કરી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી પડતા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. જે બાદ રવિવારે સરકારી જાહેર કાર્યક્રમમાં હાજરી આપવાની હોય તેને ધ્યાને રાખી અને ઉચ્ચ અધિકારીઓની સમજાવટ બાદ તલાટીઓએ અચોક્કસ મુદતની હડતાલ સમેટી લીધી હતી. તલાટીઓએ હડતાલ સમેટી લેતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button