ગુજરાતરાજનીતિ

ગુજરાત સરકારના બજેટમાં ગામડું કેટલા ટકા? કોંગ્રેસે કરેલા અન્યાયના આરોપનું સત્ય શું?

દાવો થઈ રહ્યો છે કે 2047 સુધીમાં ગુજરાતની 75 ટકા વસતિ શહેરોમાં વસતિ હશે. આ દાવાની સાથે એ વ્યાજબી સવાલ પણ થવો જોઈએ કે 2047 સુધીમાં ગામડા ક્યાં હશે

  • વિધાનસભામાં કોંગ્રેસનો સરકાર ઉપર આરોપ
  • રાજ્યના ગામડાઓને અન્યાય થઈ રહ્યાનો આરોપ
  • સરકાર ચલાવી રહી છે `ગાંવ ચલો’ અભિયાન

મહાત્મા ગાંધી એવું કહેતા કે સાચું ભારત ગામડામાં વસે છે. પણ હવે આધુનિકતા તરફ જ્યારે સૌ કોઈ હરણફાળ ભરે છે ત્યારે શહેરીકરણના વ્યાપનો કોઈ પાર નથી. ફરી એકવાર ગામડું ચર્ચામાં આવ્યું જ્યારે વિધાનસભામાં કોંગ્રેસે સરકાર ઉપર બજેટમાં ગામડાને અન્યાય કરવાનો આરોપ લગાવ્યો. આંકડાનો હવાલો આપીને કોંગ્રેસે કહ્યું કે રાષ્ટ્રીય સરેરાશ પ્રમાણે અન્ય રાજ્યો જેટલું ગામડાને બજેટ ફાળવે છે તેના કરતા ગુજરાત સરકાર ગામડાઓને ક્યાંય ઓછું બજેટ ફાળવે છે. બજેટના કદ મુજબ સરકારની પણ ફાળવણીની પોતાની ગણતરીઓ હોય શકે છે. મુદ્દો વધારે ચર્ચાસ્પદ એટલા માટે બને છે કારણ કે સરકાર એક તરફ ગાંવ ચલો અભિયાનને વેગવંતુ બનાવવા પ્રયત્નશીલ છે. ખુદ મુખ્યમંત્રી પણ ગ્રામ્ય સ્તરે ખાટલા બેઠક અને રાત્રીરોકાણ કરી રહ્યા છે. આવા સમયે બજેટમાં ગામડાને અન્યાયનો આરોપ લાગે એટલે રાજકીય મુદ્દો બનવાનો જ છે. દાવો થઈ રહ્યો છે કે 2047 સુધીમાં ગુજરાતની 75 ટકા વસતિ શહેરોમાં વસતિ હશે. આ દાવાની સાથે એ વ્યાજબી સવાલ પણ થવો જોઈએ કે 2047 સુધીમાં ગામડા ક્યાં હશે? 1960માં જ્યારથી ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારથી લઈને અત્યાર સુધી ગ્રામ્ય વસતિ 25 ટકાથી વધુ ઘટી છે જ્યારે શહેરી વસતિ બમણી થઈ છે. જો આવીને આવી સ્થિતિ રહી તો ગામના વિકાસની વાતોની વચ્ચે ગામડા ખરેખર ટકશે કે કેમ? ઉન્નત રાજ્ય કે દેશના નિર્માણ માટે ગામ અને શહેર બંને ધબકતા રહે એ કેટલું જરૂરી?

ગામડાઓને અન્યાયનો આરોપ

વિધાનસભામાં કોંગ્રેસનો સરકાર ઉપર આરોપ છે. રાજ્યના ગામડાઓને અન્યાય થઈ રહ્યાનો આરોપ લગાવ્યો છે. સરકાર ચલાવી રહી છે `ગાંવ ચલો’ અભિયાન.  `ગાંવ ચલો’ અભિયાનની વચ્ચે ગામડાને અન્યાયનો આરોપ લગાવ્યો છે.  કુલ બજેટમાંથી ગામડાને ખરેખર કેટલી રકમ ફાળવાઈ? અને ગામ અને શહેર બંને ધબકતા રહે તેવી પહેલ જરૂરી

આંકડા શું કહે છે?

  • ગ્રામવિકાસ માટે ફાળવાતી રકમ:- અન્ય રાજ્યોની સરેરાશ- કુલ બજેટના 5%, ગુજરાતની સરેરાશ- કુલ બજેટના 2.9%
  • કૃષિ માટે ફાળવાતી રકમ:- અન્ય રાજ્યોની સરેરાશ- કુલ બજેટના 5.9%, ગુજરાતની સરેરાશ- કુલ બજેટના 5%
  • આરોગ્ય માટે ફાળવાતી રકમ:- અન્ય રાજ્યોની સરેરાશ- કુલ બજેટના 6.2%, ગુજરાતની સરેરાશ- કુલ બજેટના 5.6%

કોંગ્રેસે શું કહ્યું?

સરકાર ગ્રામવિકાસ માટે ઓછું બજેટ ફાળવે છે. સરકારની નીતિ શહેરીકરણ વધારવાની છે તેમજ ગામડામાં સુવિધાઓનો અભાવ છે. શહેરીકરણ વધશે તો સમસ્યાઓ પણ સાથે આવશે તેમજ સરકાર એવી નીતિ બનાવે કે ગામડા તૂટતા અટકે છે. ગામડામાં શિક્ષણ, આરોગ્ય, રોજગારની સ્થાનિક સ્તરે વ્યવસ્થા થાય અને સરકારે જ કહ્યું કે 2047 સુધીમાં રાજ્યની 75% વસતિ શહેરમાં હશે. સરકાર જ નથી ઈચ્છતી કે ગામડા ટકી રહે તેમજ ગામડું લોકો કેમ છોડી રહ્યા છે તે વિચાર કરવો જોઈએ. સરકાર એવી નીતિ બનાવે કે 50% વસતિ ગામડામાં સ્થાયી થાય અને રૂર્બન પ્રોજેક્ટમાં રૂપિયા ખર્ચાયા પણ કેટલા ગામડા સમૃદ્ધ થયા?

ગ્રામીણ વિકાસમાં અન્ય રાજ્યની સ્થિતિ 

રાજ્ય ઝારખંડ
કુલ બજેટમાંથી ફાળવણી 13.60%
રાજ્ય બિહાર
કુલ બજેટમાંથી ફાળવણી 10.70%
રાજ્ય આંધ્રપ્રદેશ
કુલ બજેટમાંથી ફાળવણી 6.20%
રાજ્ય પશ્ચિમ બંગાળ
કુલ બજેટમાંથી ફાળવણી 5.80%
રાજ્ય મધ્યપ્રદેશ
કુલ બજેટમાંથી ફાળવણી 4.50%

 

ગુજરાતમાં ગામ અને શહેરની તુલના

  • રાજ્યમાં એક દસકામાં શહેરી વસતિ 6% વધી
  • છેલ્લા બે દાયકામાં શહેરી વસતિ 11% વધી
  • 2022માં શહેરી વસતિ 3.43 કરોડ
  • 2022ના આંકડા પ્રમાણે ગ્રામ્ય વસતિ 3.66 કરોડ
  • 10 વર્ષમાં શહેરી વસતિ 42.6%માંથી વધીને 48.4% થઈ
  • 10 વર્ષમાં ગ્રામ્ય વસતિ 57.4%થી ઘટીને 51.6% થઈ
  • છેલ્લા 60 વર્ષમાં ગુજરાતમાં શહેરી વસતિ બમણી થઈ
  • છેલ્લા 60 વર્ષમાં ગ્રામ્ય વસતિ 25% જેટલી ઘટી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button