માંડવી

વર્ષ 2023માં 12થી વધુ લોકોનો ભોગ લેનાર બિસમાર માંડવી- કીમ માર્ગ ક્યારે બનશે?

માંડવી કિમ રોડ છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત થઈ જવાથી અકસ્માતોની વણજારો સર્જાઇ હતી. હાલમાં માર્ગ નવીનીકરણની કામગીરી પણ અસુરક્ષિત હોવાની સ્થિતિ સાથે અકસ્માતની નાની મોટી ઘટનાઓ સર્જાતી રહી છે. ત્યારે માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા કામગીરી માટે પૂરતું ધ્યાન આપતા નથી. જેના કારણે નબળી કામગીરી થતી હોવાનો સ્થાનિકોમાં આક્ષેપ છે.

આવા સંજોગોમાં આ વિસ્તારના બે મોટા ગજાના નેતાઓ, જવાબદાર અધિકારીઓને સૂચન કરી, ગુણવત્તા સભર કામગીરી કરવાની લોક માંગ પણ ઉઠી છે. જેનું કારણ વીતેલું વર્ષમાં 12થી વધુનો અકસ્માતમાં ભોગ લેવાયો છે. છતાં રીપેરીંગ કરવામાં પણ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી.

માંડવી કીમ રોડ વાપી શામળાજી ઉપરાંત બારડોલી ધુલિયા હાઇવે સાથે જોડાયેલ હોવા ઉપરાંત દિલ્હી મુંબઈ માર્ગ સાથે પણ જોડાયેલ હોય તેમ જ આંતરિક અનેક માર્ગ સાથે જોડાયેલા માર્ગના કારણે વાહન વ્યવહારો ચોવીસ કલાક ધમધમતા રહે છે.ટ્રાફિકથી ભરપૂર માર્ગ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં રહ્યો છે. ટોલનાકાના ટેક્સના ઉઘરાણા પછી પણ માર્ગની યોગ્ય મરામત થતી ન હતી જેને કારણે ગત વર્ષ દરમિયાન અનેક અકસ્માતો સર્જાયા હતા જેમાં ૧૨થી વધુ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા.

2023માં અકસ્માતમાં થયેલા મોત

  • ૧૦/૨/૨૩ના રોજ પાસે અકસ્માતમાં ઝાબના અનિતા મનહર ગામીતનો ભોગ લેવાયો,
  • ૧૭/૨/૨૩ તડકેશ્વર પાસે અકસ્માતમાં અમરોલીના દિલીપ મગન ગામીત,
  • ૫/૨/૨૩ પુણાગામ : મુકેશભાઈ નગીનભાઈ ચૌધરી (પુના ઉશ્કેર ),
  • ૧૯/૩/૨૩ અરેઠ (એચપી પેટ્રોલ પંપ નજીક) અશોકભાઈ નિમ્બા પવાર (મહારાષ્ટ્ર),
  • ૩/૪/૨૩ તડકેશ્વર (નરોલી ત્રણ રસ્તા) આકાશભાઈ અશ્વિનભાઈ વસાવા (શીરગામ તાલુકો વાલીયા ),
  • ૨૭/૫/૨૩ હરિયાળ ગામની સીમમાં મહમદ રફી સરદાર હુસેન( યુપી),
  • ૧૩/૬/૨૩ નરોલી ત્રણ રસ્તા પિયુષભાઈ મુકેશભાઈ ચૌધરી વિપુલભાઈ વિનેશભાઈ ચૌધરી પિંકલભાઈ શંકરભાઈ ચૌધરી (તમામ કેવડિયા ગામ તાલુકો માંડવી),
  • ૧૯/૬/૨૩ પેટ્રોલ પંપ પાસે મનુભાઈ ભીખાભાઈ પટેલ (ગોદાવાડી ),
  • ૮/૭/૨૩ તડકેશ્વર (ભારત પેટ્રોલ પંપ નજીક )અબ્બાસ હુસેન ઘોડીવાલા (જામનગર ) ઝાબ પ્રતીક અરુણ ચૌધરી (નરેણ તાલુકો માંડવી)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button