ગુનોડાંગ

નાની અને મોટી દબાસને જોડતા પુલ પરના સળિયા રાહદારીઓનો જીવ લેવા બહાર નીકળ્યા અને તંત્રની હજુ ઊંઘ ઊડતી નથી

ડાંગ જિલ્લાના આહવા-સાપુતારા રસ્તા પર ટાંકલીપાડાથી શામગહાનને જોડતા આંતરિક રસ્તા પર નાનીદબાસ અને મોટીદબાસ ગામને જોડતા પુલનું સમારકામ નહીં થતાં પુલ પરનો રસ્તો બિસ્માર બની ગયો છે.


રસ્તો એટલી હદે ખોદાઈ ગયો છે કે પુલ પરના સળિયા બહાર નીકળી આવ્યા છે, જેના લીધે આ રસ્તા પરથી પસાર થતાં વાહનોને અકસ્માત થવાની ભીતિ વર્તાઈ રહી છે. રહેદારી પોતે જીવના જોખમે પુલ પર કરી રહ્યા છે. પુલનું નવિનીકરણ થયાને હજુ થોડાક જ વર્ષો થયા છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા પુલના બાંધકામમાં હલકી કક્ષાનો મટિરિયલ વપરાતા પુલની આ અવદશા થઈ છે.

  • સરકારને ધ્યાને હોવા છતાં આંખ આડા કાન કેમ કરે છે?
  • કોન્ટ્રાકટ સામે પગલાં કેમ ભરાતા નથી?
  • કોન્ટ્રાકટરને નબળું કામ હોવા છતાં કેમ બ્લેક લિસ્ટમાં નંખાતો નથી કે તેને દંડ કે સજાની જોગવાઈ થતી નથી?
  • શું આ સરકાર અને કોન્ટ્રાકટરની મિલીભગતથી બધું શક્ય બનેલ છે?

આ રસ્તાને પહોળો કરવા તેમજ પુલના સમારકામ માટે ગ્રામજનોએ અવરનવાર ડાંગ જિલ્લા વહીવટી તંત્રને રજૂઆતો કરી છે પરંતુ ગ્રામજનોની ફરિયાદો તંત્રના બહેરાકાને અથડાતી નહીં હોય એવું જણાઈ રહ્યું છે. ડાંગ વહીવટી તંત્ર લોક હિતમાં સત્વરે પુલનુ સમારકામ કરાવે તે જરૂરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button