ગુજરાતડાંગદક્ષિણ ગુજરાતરાજ્ય

તંત્રની બેદરકારી: કોટબા ગામે બસ પીકઅપ સ્ટેન્ડ અચાનક ધરાશાય

મુસાફર હાજર ના હોવાથી જાનહાનિ ટળી

આહવા-સુબીર માર્ગ પર આવેલ કોટબા ગામે એસ.ટી. પિકઅપ બસ સ્ટેન્ડ અચાનક ધરાશાય થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે તેમાં કોઈ મુસાફર ના હોવાથી  જાનહાનિ ટળી હતી. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના કોટબા ગામના ફાટક પાસે આવેલ પીકઅપ બસ સ્ટેન્ડ ઘણાં સમયથી જર્જરિત બની જતા ગ્રામજનો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કરી હતી. આમ છતાં તંત્ર બેફિકર રહેતા ગુરુવારે બપોરે વરસાદી ઝાપટું આવતા બસ સ્ટેન્ડનો સ્લેબ ધડાકાભેર તૂટી પડયો હતો.

સદનસીબે તે વેળા કોઈ મુસાફર હાજર ન હોય મોટી દુર્ઘટના ટળી હતી. સામાન્ય રીતે સુબીર કે આહવા તરફ જવા મોટાભાગે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો પીકઅપ સ્ટેન્ડનો મહત્તમ ઉપયોગ કરતા હોય છે. આ પીકઅપ બસ સ્ટેન્ડ વર્ષો પહેલા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવાયું હતું. આવા અનેક બસ સ્ટેન્ડ જર્જરિત અવસ્થામાં હોય તેને પણ વહેલી તકે મરામતની કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button