ગુજરાત

મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર બગડયું સફેદ રણ જોવા કારમાં જવું પડયું

  • સી.એમ.ને સરકારી કંપની ગુજસેલનો કડવો અનુભવ
  • ખરાબ હવામાનથી મુંબઈથી હેલિકોપ્ટર આવી ન શકતાં ભુજ પણ કારમાં ગયાં

કચ્છમાં બસ પોર્ટ સહિતના લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપવા આવેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું હેલિકોપ્ટર બગડતા ભુજથી સફેદ રણ સુાધી ૮૦ કિલોમીટર સુાધીનો પ્રવાસ બાય રોડ ખેડવો પડયો હતો. મંગળવારે સરકારી કંપની ગુજસેલનું હેલિકોપ્ટર બગડતા ભુજથી ધોરડો અને આજે સવારે પણ ધોરડોથી પરત ભુજનો પ્રવાસ કારમાં કરવો પડયો હતો.

મંગળવારે બપોરના ચાર વાગ્યે મુખ્યમંત્રી ગાંધીનગરથી ભુજ એરપોર્ટ પહોંચ્યા હતા. બાદમાં બસ પોર્ટનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી હેલિકોપ્ટર માર્ગે ભુજથી ધોરડો જવાના હતા. પરંતુ ગુજસેલનું હેલિકોપ્ટર બગડતા મુખ્યમંત્રી ભુજથી સફેદ રણ જવા કારમાં નિકળ્યા હતા. સફેદ રણમાં રાત્રિના લાઈટ એન્ડ સાઉન્ડ શો નું ઉદ્ઘાટન કર્યું હતું. સાંજે પણ હેલિકોપ્ટર ધોરડો નહિં પહોંચતા મુંબઈાથી હેલિકોપ્ટર મંગાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ, ખરાબ હવામાનના કારણે મુંબઈથી હેલિકોપ્ટર કચ્છ પહોંચી શક્યું ન હતું. આથી, આજે બપોરે પણ મુખ્યમંત્રી ધોરડોથી મોટર માર્ગે ભુજ પહોંચ્યા હતા. ત્યાંથી બપોરે ત્રણ વાગ્યે સરકારી વિમાનમાં ગાંધીનગર રવાના થયા હતા. મુખ્યમંત્રી ભુજથી ધોરડો આવવા જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવાના હતા પરંતુ હેલિકોપ્ટર બગડવાના કારણે મુખ્યમંત્રીનો કાફલો બાયપાસ ધોરડો ગયો હતો. લોકોમાં એવી ચર્ચા જાગી છે કે, મુખ્યમંત્રીનું ચોપર ખરાબ થવાના કારણે ઘેરી સમસ્યા સર્જાઈ હતી. તો, કચ્છના સફેદ રણમાં ચોપરની જોય રાઈડની યોજના કેટલી સફળ બનશે?

બાય રોડ જતાં મુખ્યમંત્રીએ રસ્તામાં ચ્હા પીધી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ચોપર બગડતાં બાયરોડ જવાનો વખત આવ્યો હતો. બાય રોડ જઈ રહેલાં મુખ્યમંત્રી અને કાફલાએ ખાવડા જંક્શન પર સામાન્ય નાગરિકની જેમ ચ્હા પીવા ઉભા રહેવું પડયું હતું. તેમણે  નાગરિકો સાથે વાતચીત પણ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button