કામરેજ 

ઘલા ગામ પાસે ડમ્પરને ટક્કર મારીને કન્ટેનર પાર્કિગમાં ઘૂસી ગયું

અકસ્માત ઝોન તરીકે બદનામ થઈ ચૂકેલા ને.હા નંબર 48 પર આવેલા કામરેજના ઘલા પાટીયા કટ પાસે ભૂતકાળમાં અનેક જીવલેણ અકસ્માત સર્જાય ચૂક્યા છે.ત્યારે ગત રોજ અગિયાર વાગ્યા આસપાસ કામરેજના ઘલા તરફથી આવી રહેલા ડમ્પરના ચાલકે તેનું ડમ્પર ને.હા નંબર 48 પર ચઢાવી હંકારી રહ્યો હતો.ત્યારે અમદાવાદ તરફથી આવી રહેલા લોડીંગ ટ્રેઇલર નંબર GJ09GD-159 ના ચાલકે ડમ્પરને ડ્રાઈવર સાઈડે ટક્કર મારતા ડમ્પર કીમ તરફ ફેરવાઈ ગયું હતુ.જ્યારે બેકાબૂ બનેલું ટ્રેઇલર ઘલા પાટીયા નજીક આવેલી ફાઉન્ટેઇન હોટલના પાર્કિગમાં ઘૂસી ગયું હતું.અકસ્માતમાં ટ્રેઇલરના આગળના કેબિનના ભાગે નુકશાન થવા પામ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button