નર્મદા

સાગબારાનો કાકડીઆંબા ડેમ 90 ટકા ભરાયો, તંત્રએ 10 ગામોને સાબદાં કર્યાં

ડેમ તેની મહત્તમ સપાટી 187.71 મીટરથી માત્ર 0.61 મીટર જ દૂર

હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી વચ્ચે તાજેતરમાં પડી રહેલા વરસાદના કારણે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કાકડીઆંબા ડેમમાં પાણીની આવક થતા શુક્રવાર રોજ બપોરે 2 કલાકે આ ડેમની સપાટી 187.10 મીટરે પહોંચી છે.

આ ડેમની પૂર્ણ સપાટી 187.71 મીટરની છે ત્યારે ડેમની કુલ સંગ્રહ શક્તિના 90 ટકા પાણીથી હાલ ભરેલો છે. ભારે વરસાદના કારણે ડેમ ઓવર ફ્લો થવાની સંભાવના છે. જેને ધ્યાને લઇને જિલ્લા કલેક્ટર નર્મદા ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ડેમના નીચાણના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા, નાના ડોર આંબા, મકરણ, કુવડાવાડી, રોઝદેવ, દતવાડ, પાટીટાવલ, ગોળમુંધ, નાની દેવરૂપણ મળી દશ ગામોને સાવચેતીના પગલે સબંધિત સ્થાનિક લોકો ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button