ડાંગ

સાપુતારાના ખાલી પડેલા મકાનના રૂમમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

ડાંગના પોલિસ અધિક્ષક યશપાલ જગાણીયા તરફથી મળેલી એક અખબારી યાદી અનુસાર, ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશનમા અકસ્માતે મોત નિપજેલી એક બિનવારસી અજાણ્યા પુરુષની લાશ (ઉં.વ.આશરે 35થી 40 વર્ષ) જે સાપુતારા વિસામોના ખાલી પડેલા મકાનના રૂમમાં થાણાથી પશ્ચિમે ટાઉન બીટની હદમાં મળી આવી છે.

મરણ પામનાર પુરુષની ઊંચાઈ 5’×8″ છે. આ ઇસમે શરીરે નેવી બ્લુ કલરનુ ચેક્સ ડીઝાઇનવાળુ લાંબી બાયનુ શર્ટ તથા કમરે ડાર્ક બ્લુ કલરનુ પેન્ટ પહેર્યુ છે. માથે કાળા વાળ છે.

આ યુવક બહારથી આવી કોઇ અગમ્ય કારણોસર લોખંડની એંગલમા નાયલોનનુ દોરડુ બાંધી ગળે ફાંસો ખાઇ મરણ જતા તેની લાશ સડી જઈ (ડી-કમ્પોઝ) સુકાઇ ગયેલી હાલતમાં ભોંય તળીયા ઉપર શરીરથી માથાનો ભાગ (ખોપડી) છૂટો પડેલી હાલતમા મળી આવ્યો હતો. જે લાશની ઓળખ હજી સુધી થઈ શકી નથી.

પોલીસ વિભાગ દ્વારા ઉપર જણાવેલા વર્ણનવાળો વ્યક્તિ કોઈના જાણમાં હોઈ તો તેમને આહવાના પોલીસ કંટ્રોલ રૂમ 02631-220322/220658 તથા આહવા પોલીસ સ્ટેશનનો 02631-220333 ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button