ગુનોબારડોલી

ઉમરપાડા તાલુકાના હલધરી ગામે જંગલમાંથી મળી આવેલો મૃતક યુવક નવાપુરાનો હોવાનું જાણવા મળ્યું

ઉમરપાડા પોલીસે ઉમરપાડાના હલધરી ગામે જંગલમાંથી મળી આવેલી અજાણી લાશની આજે ઓળખ થઇ પોલીસે મરનાર નવાપુર મહારાષ્ટ્રનો ધર્મેશ વસંત માવસી હોવાનું જણાઇ આવ્યું હતુ.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરપાડાનાં હલધરી ગામની સીમમાં આવેલા જંગલમાં બિટ કંપાર્ટમેન્ટ નં.26વાળા જંગલમાં અજાણ્યા 30થી 35 વર્ષની ડિકમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી. ઉમરપાડા પોલીસે અજાણી લાશનો કબ્જો લઇ જેની ઓળખ અંગે કવાયત હાથ ધર્યા બાદ પોલીસને સફળતા મળી હતી. તેમ મરનાર મહારાષ્ટ્રનાં નવાપુરનો રહેવાસી ધર્મેશ વસંત માવસી હોવાનું જાહેર થયુ હતુ.

સુત્રો અનુસાર, ધર્મેશ અને તેના મિત્રો ગત તા.23-11-2023 દેવમોગરા જિ.નર્મદા ખાતે દર્શન કરવા માટે નિકળ્યા હતા. 24-11-2023ના રોજ વ્યારાથી આગળ આવતા જંગલમાં મિત્રોથી અલગ પડેલો ધર્મેશ ખોવાઇ જતા આજે 22 દિવસ બાદ જંગલમાં ખોવાઇ ગયેલા ધર્મેશનું ભુખમરાથી મોત થયુ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ. પોલીસે મૃતકનાં પરીવારજનોને લાશનો કબ્જો સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button