વિશ્વ

ચીનના પાડોશમાં જ બ્રહ્મોસ સુપર સોનિક મિસાઈલ્સ પહોંચતા ચીનને એ સોદો ચટકા ભરી રહ્યો છે

2022માં ભારત-ફીલીપાઇન્સ વચ્ચે 37.5 કરોડ ડોલરનો સોદો થયો હતો તે પ્રમાણે બ્રહ્મોસની 3 બેટરીઝ (જથ્થા) લઈને IAIનું વિમાન મનીલા પહોંચ્યું

ચીનની ચાલબાજીનો જવાબ આપવા ભારતે આજે શુક્રવારે ફીલીપાઈન્સને બ્રહ્મોસ સુપર સોનિક ક્રૂઝ મિસાઇલ્સની પહેલી ખેપ સોંપી છે. આ અંગે સૂત્રો જણાવે છે કે, દ.પૂર્વ એશિયાઈ દેશ ફીલીપાઈન્સ સાથે સંરક્ષણ સાધનો અંગે ૩૭.૫ કરોડ ડોલરનો થયેલા સોદા મુજબ આ ક્રૂઝ મિસાઇલ્સ પહોંચાડયા છે. જોકે આ મિસાઇલ્સ પ્રમાણમાં નાના છે.

ફીલીપાઇન્સ સૌથી પહેલો દેશ છે કે જેને ભારત બ્રહ્મોસ મિસાઇલ્સની આપૂર્તિ કરવાનું છે.

ઉલ્લેખનીય તે છે કે ફીલીપાઇન્સને આ મિસાઇલ્સ એવે સમયે મળી રહ્યા છે કે જ્યારે દક્ષિણ ચીન સમુદ્રમાં તેને સતત ટકરાવ થઈ રહ્યો છે.

ફીલીપાઇન્સ આ ત્રણે ‘બેટરીઝ’ પોતાના તટીય ક્ષેત્રમાં તૈનાત કરશે જેથી તે કોઈપણ ખતરા અંગે પોતાનો બચાવ કરી શકે.

બ્રહ્મપુત્ર અને મોસ્કોવા નદીઓનાં નામથી ભારતમાં નિર્મિત ભારત-રશિયાના કરાર પ્રમાણે DRDO એ બનાવેલા આ મિસાઇલ્સનું નામ બ્રહ્મોસ રખાયું છે. ડીઆરડીઓ અને રશિયાની મશીનોસ્ટ્રોયેનિયા દ્વારા સ્થાપિત એક જોઈન્ટ વેન્ચર કંપની ‘એરો-સ્પેસ’ દ્વારા તે બનાવવામાં આવ્યાં છે, દુનિયાનાં સૌથી ઘાતક મિસાઇલ્સ શ્રેણીમાં બ્રહ્મોસનું સ્થાન છે. તે માત્ર જમીન પરથી જ હવામાં પ્રહાર નથી કરી શકતું પરંતુ સમુદ્રનાં પાણીમાં પણ તે તેટલું જ ઝડપી અને ઘાતક છે.

મનીલાએ કરેલા આ કરારો પછી ઈન્ડોનેશિયા, વિયેતનામ, થાઈલેન્ડ અને મલેશિયા પણ આ મિસાઇલ્સ ખરીદવા ભારત સાથે મંત્રણા કરે છે.

મહત્વની વાત તે છે કે આ બધા જ દેશોને ચીન સાથે સમુદ્રીય વિવાદ છે.

Related Articles

Back to top button