માંગરોળ

કીમ નજીક મુળદ ગામે કારચાલકે બાઇકને અડફેટમાં લેતા ચાલકનું ઘટનાસ્થળે મોત

કીમ પોલીસની હદમાં આવેલા મુળદ ગામેથી પસાર થઇ રહેલા બાઇકનાં ચાલકને સામેથી પૂરપાટ આવેલા કારચાલકે ધડાકાભેર અથડાવતા બાઇક ચાલકનું ગંભીર ઇજા સાથે ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. બનાવને પગલે કીમ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહંમદ અહમદભાઇ વ્હોરા (ઉ.વ.20, રહે.સાયણ, તા.ઓલપાડ) પોતાનાં કબ્જાની માલીકીની પેશન પ્રો બાઈક લઇને મુળદ ગામની સીમમાં મુળદથી સ્યાદલા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. જે દરમિયાન સામેથી આવી રહેલા સ્વિફ્ટ ડિઝાયર કાર નં. જીજે-05-જેએલ-5794ના ચાલકે પૂરઝડપે ગાડી હંકારી લાવી સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દઇ બાઇકચાલકને અડફેટમાં લીધો હતો. અકસ્માત સર્જી ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. જોકે સદર અકસ્માતની ઘટનામાં બાઇકનાં ચાલક મહંમદભાઇને માથાનાં તેમજ શરીરનાં વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચવાનાં પગલે તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગેની જાણ કીમ પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે હાલ કસુરવાર કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Related Articles

Back to top button