નર્મદા

દેડિયાપાડામાં શાળા પ્રવેશોત્સવ પહેલાં શિક્ષણની ગુણવત્તા સુધારવી જરૂરી

5થી વધુ શાળામાં બાળકોનું ભવિષ્ય માત્ર એક જ શિક્ષકના ભરોસે

દેડિયાપાડા રાજયમાં એક તરફ રંગેચંગે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો હતો તો બીજી તરફ દેડીયાપાડાના ધારાસભ્યએ તેમના મત વિસ્તારમાં શિક્ષણ વિભાગની પોલ ખોલી નાખી હતી.

મોટી કાલબી ગામની શાળામાં 73 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક, કાકરપાડામાં 50 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક, સામરપાડામાં 24 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક છે. તેવી જ સ્થિતિ હરીપુરા ગામની પ્રાથમિક શાળાની છે. અહીં 43 વિદ્યાર્થીઓ સામે એક જ શિક્ષક હાજર છે. જૂની આંબાવાડીની શાળામાં પણ 50 વિદ્યાર્થીઓના ભાવિનું ઘડતર એક જ શિક્ષક કરી રહયાં છે. સામરપાડા ગામની શાળાના તો ઓરડાઓ પણ જર્જરિત હાલતમાં છે. જુની આંબાવાડીમાં પણ ખખડધજ ઓરડાઓમાં ભારતનું ભાવિ શિક્ષણ મેળવી રહયાં છે.

ચૈતર વસાવાએ આ તમામ શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવામાં આવે તથા નવા ઓરડાઓ બનાવાય તેવી માંગ કરી છે.

Related Articles

Back to top button