નર્મદા

સરકારે ગમે તે દુકાનમાંથી અનાજ મળશે તેવી જાહેરાત તો કરી પણ નર્મદામાં લોકોને હાલાકી

રાજપીપળામાં પ્રધાનમંત્રી અન્ન યોજના ની કેટલી જાહેરાતો ને લઈને દુકાન સંચાલકો અને ગ્રાહકો વચ્ચે રોજ તું..તું.. મેં..મેં… થાય છે..કેમ કે મોદી સરકારે કરોડો ગરીબ રેશનકાર્ડ ધારકો ને મફત અનાજ આપવાની જાહેરાત કરી છે અને તેનું વિતરણ પણ ચાલુ છે પરંતુ સરકારે કરેલી જાહેરાત મુજબ કાર્ડ ધારક ગમે તે દુકાને થી અનાજ નો જથ્થો લઇ શકે છે,માટે આ જાહેરાત બાદ નર્મદા જિલ્લામાં દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે. જાણવા મળ્યા મુજબ મોદી સરકારે મફત અનાજની કરેલી જાહેરાતમાં ગમે ત્યાં દેશમાંથી ગ્રાહક અનાજ કોઈપણ રાજ્ય માંથી કે દુકાનમાં થી લઇ શકે એવી જાહેરાત ને લઈને નર્મદા જિલ્લામાં મુશ્કેલી ખુબ વધી રહી છે. કેમકે સરકાર દ્વારા આપવામાં આવતા મફત અનાજ માં જે તે ગ્રાહકને નજીકની દુકાને થી રાશન લેવા જાય છે અને સરકાર ની સૂચનાની વાત કરી દુકાનદાર સાથે અનાજ મેળવવા ઘર્ષણમાં ઉતરે છે. જોકે સરકાર દ્વારા દુકાનદાર ને વધુ અનાજ આપવામાં આવતું હોય તો તે આવા અન્ય ગ્રાહકોને સાચવી શકે છે પણ તેમ થતું નથી.

એકદમ હલકી ગુણવત્તાના ઘઉં મળે છે અનાજમાં ક્યારેક એકદમ હલકી ગુણવત્તા વાળા ઘઉં મળે છે જે સરકારે પહેલા તો ગુણવત્તા વાળા આપવા જોઈએ.-રેશનકાર્ડ ધારક

સરકારની જાહેર એવી છે કે દેશમાંથી કોઈપણ રાજ્ય અને કોઈપણ શહેરના રેશનની દુકાન માંથી અનાજ લઇ શકો તો અમારું ગામડાનું રેશનકાર્ડ છે રાજપીપળા વાળા આપતા નથી. દુકાનોમાં અનાજનો પુરતો જથ્થો જ નથી. > મહેશ વસાવા (રાજપીપળા)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button