માંડવી

તળાવમાં ખેંચાઈ જનાર પત્નીને બચાવવા જતાં પતિ તળાવમાં કુંદયો અને અણ બનાવ… પતિ ડૂબી જતા મોત

દંપતી 3 મહિના પહેલા જ પ્રેમલગ્ન કરી વરેઠી ગામે આવ્યું હતું

માંડવી તાલુકાના વરેઠી ગામે પરિવાર સાથે આવેલ ખેત મજુર પરિવારના પતિ અને પત્ની તળાવે કપડાં ધોવા ગયા હતા. તે દરમિયાન પત્નીનો પગ લપસી જતા તળાવના ઊંડા પાણીમાં ડૂબવા લાગેલા જેને બચાવવા પાણીમાં પડેલા પતિનું મોત નીપજ્યું હતું.

માંડવી તાલુકાના વરેઠી ગામે મૂળ નંદરબાર જિલ્લાના કુવા ગામનો ખેત મજૂર પરિવાર આવ્યો હતો. જેમાં ફરિયાદી પિતા પ્રતાપભાઈ વસાવાનો પરિવાર પણ હાજર હતો.  અને પ્રતાપભાઈનો પુત્ર દિલીપભાઈ વસાવા (ઉ વ ૧૯) તથા તેમના પત્ની આંબીબેન પણ હાજર હતા.

ઘટનાના દિવસે પતિ દિલીપભાઈ તથા પત્ની આંબીબેન યાકુબભાઈના ઘર નજીક આવેલા તળાવે ગયા હતા જ્યાં આંબીબેન તળાવના પગથિયા પર બેસીને કપડાં ધોતા હતા જ્યારે દિલીપભાઈ પગથિયા પર બેસી સ્નાન કરી રહ્યા હતા. તે દરમિયાન આંબીબેનનો અચાનક પગ લપસી જતા તળાવના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા.

જેને બચાવવા પગથીયા પર સ્નાન કરતા પતિ દિલીપભાઈ તળાવના ઊંડા પાણીમાં કૂદી પડ્યા હતા જે દરમિયાન પતિ પત્નીએ બૂમાબૂમ કરતા એમનો પરિવાર તથા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા જેમાં આંબીબેનને બચાવી લેવાયા હતા. જ્યારે દિલીપભાઈ ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા.

જેમની શોધખોળ કરવા છતાં ન મળતા આખરે માંડવી ફાયરની ટીમને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી મહાન મહેનતે દિલીપભાઈની લાશ શોધી કાઢી હતી. નંદરબાર જિલ્લાના અકકલકુવા તાલુકાના ખેત મજૂર પરિવારના દિલીપભાઈ તથા આંબીબેનના ત્રણેક માસ પહેલા જ પ્રેમ લગ્ન થયા હતા. અને ટૂંકા ગાળામાં જ પતિના મૃત્યુથી આંબીબેન પર આભ તૂટી પડવા જેવી સ્થિતી સર્જાઇ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button