રમતગમતવિશ્વ

ICCએ શ્રીલંકાની ક્રિકેટ ટીમનું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ શુક્રવાર સાંજે એક પ્રેસ નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, ICC બોર્ડે શ્રીલંકા ક્રિકેટનું સભ્યપદ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.

ICC બોર્ડે શુક્રવારે મળેલી બેઠકમાં જ આ નિર્ણય લીધો હતો.

આ પ્રેસ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના સભ્ય તરીકે શ્રીલંકા ક્રિકેટ પોતાની જવાબદારીઓનું વહન કરવામાં નિષ્ફળ રહ્યું છે.

ICCનું કહેવું છે કે, શ્રીલંકા ક્રિકેટ પોતાનું કામકાજ સ્વતંત્રરૂપે ચલાવવામાં પણ સક્ષમ નથી. અને શ્રીલંકા ક્રિકેટ એ સુનિશ્ચિત કરવામાં સક્ષમ નથી કે તે શ્રીલંકામાં સરકારી હસ્તક્ષેપ વિના ક્રિકેટના વહીવટ અને નિયમન જેવી જવાબદારીઓ નિભાવી શકે.

આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું છે કે આ સસ્પેન્શનની શરતો બોર્ડની તરફથી આવનારા સમયમાં નિર્ધારિત કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button