ગુનોનર્મદા

દેડિયાપાડાની ફાયનાન્સ કંપનીના બે મેનેજરે 39 જેટલા લોનધારકોના હપ્તા તથા અન્ય રકમ કંપનીમાં જમા કરાવી ન હતી

નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે આવેલ ભારત ફાયનાન્સ ઈન્ફ્લુઝન લીમીટેડનાં બે મેનેજરો એ રૂ.6.42 લાખની નાણાંની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, કંપનીના મેનેજરે આપેલી ફરિયાદ મુજબ બાલાશિનોર પાસે આવેલાં રાજપરના રહેવાસી વિજય પટેલિયા અગાઉ દેડિયાપાડા બ્રાંચમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં હતાં. તેણે પોતાની ફરજ દરમિયાન 7 લોન ધારકો પાસેથી કુલ રૂપિયા 84,573ની લોનની ચુકવણી તથા લોનના હપ્તા ઉઘરાવી પોતાના અંગત કામમા વાપરી નાંખી હતી. તેવી જ રીતે ઝઘડિયાના પાણેથા ગામે રહેતાં અજય વસાવાએ પણ મેનેજર તરીકેની ફરજ દરમિયાન કુલ 29 લોન ધારકોના લોન ચુકવણીના નાણા તથા હપ્તાની રકમ કંપનીમાં જમા કરાવવાના બદલે પોતાના અંગત કામમાં વાપરી નાંખી હતી. આ રકમ 5.57 લાખ રૂપિયા જેટલી થવા જાય છે.

બંને મેનેજરોએ તેમની ફરજ દરમિયાન 6.42 લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોધાઇ છે. કંપનીમાંથી લોન લેનારા 36 લોન ધારકો છેતરપિંડીનો ભોગ બન્યાં છે. દેડિયાપાડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નર્મદા જિલ્લામાં છેતરપિંડીના બનાવો સૌથી વધારે બનતાં હોય છે અને ભેજાબાજો તેમને સરળતાથી છેતરી જતાં હોય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button