નર્મદારાજનીતિ

લોકસભાની ચૂંટણી ટાણે નાંદોદ તાલુકામાં ગ્રુપ ગ્રામ પંચાયતોનો મુદ્દો ઉછાળી ચૂંટણીનો બહિષ્કાર કરવાની આમુ સંગઠનની ચીમકી

ભારતના ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીઓનો જાહેરનામું બહાર પાડી દીધું છે, ત્યારે નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારોમાં ગ્રુપ ગ્રામ પંચાયતોને સ્વતંત્ર ગ્રામપંચાયતોનો દરજ્જો અપાવવાની માંગણી સાથે વર્ષોથી લડત ચલાવતા આદિવાસીઓના આમુ સંગઠને ફરી એકવાર લોકસભાની ચૂંટણીઓ ટાંણે જ સ્વતંત્ર ગ્રામ પંચાયતોનો મુદ્દો ઉઠાવ્યો છે અને જાહેરાત કરી છે કે જો નાદોદ તાલુકાની ગ્રામ પંચાયતોને સ્વતંત્ર ગ્રામ પંચાયતોનો દરજ્જો નહીં આપવામાં આવે તો લોકસભાની ચૂંટણીઓ પહેલાં જ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હોવાનું જાણવા મળ્યું છે.

આમુ સંગઠન નર્મદા જિલ્લાના પ્રમુખ અને રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવાએ જણાવ્યું કે, 314 ગ્રામ પંચાયતને સ્વતંત્ર મળવી જોઈએ. આ માંગણી અમે ગઈ 5 વર્ષ પહેલાની ચૂંટણી 2019 આજ કલેક્ટર કચેરીએ ધારણાં કરી સરકારના કાને અમે આ અમારી માંગણી પહોંચાડેલી છે. જો નહિ થાય તો અમારે આંદોલન કરવું પડશે.

નાંદોદ તાલુકાના વિકાસ માં અવરોધ થતો હોવાના આરોપ સાથે વર્ષોથી આ પંચાયતોને તેનામાં સમાવિષ્ટ દરેક ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયતોનો દરજ્જો આપવાની માંગણીઓ કરવામા આવી રહી છે. દરેક ગામોને અલગ ગ્રામ પંચાયત આપવાની સાથે સરકારી વિભાગોમાં માંગણીઓ પણ કરવામાં આવેલી છે. આ બાબતે આંદોલનો પણ કરવામાં આવ્યા છે અને આવેદનપત્રો પણ આપવામાં આવ્યા છે. વર્ષોથી આમું સંગઠન આ મામલે લડત ચલાવી રહ્યુ છે. લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થતા ફરી એકવાર આમુ સંગઠને ગ્રુપ ગ્રામ પંચાયતોનો મુદ્દો છંછેડી નાદોદ તાલુકાની ગ્રામ પંચાયતોને સ્વતંત્ર ગ્રામ પંચાયતોનો દરજ્જો આપવાની માંગણી નો મુદ્દો ઉઠાવ્યો છે.

ગૃપ ગ્રામ પંચાયતોનું લોકસભાની ચૂંટણી પહેલાં વિભાજન કરવામાં નહી આવે તો ચાલુ ચુંટણી દરમિયાન આંદોલન કરવાની ફરજ પડશેની ચીમકી ઉચ્ચારી છે. હવે જોઈ રહ્યું કે આમુ સંગઠન લોકસભાની ચૂંટણીઓના ટાંણે કયા પ્રકારના આંદોલનની જાહેરાત કરે છે. એક ચર્ચા મુજબ નાદોદ તાલુકામાં સમાવિષ્ટ આ ગ્રામ પંચાયતો જો પોતાને સ્વતંત્ર ગ્રામ પંચાયતોનો દરજ્જો નહીં મળે તો મતદાનના બહિષ્કારનો પણ માર્ગ અપનાવી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button