તાપી

દુમદા ગામે પાસે કોતરનો ચેકડેમ તૂટી જતાં બિનઉપયોગી બનતા સ્થાનિક ખેડૂતો દ્વારા ચેકડેમ રિપેર કરવા અને આસપાસ માટીની દીવાલ લંબાવવામાં આવે એવી માંગ

સોનગઢના દુમદા ગામની સીમમાં બેડવાણ રોડ પર આવેલ એક કોતર પર વરસાદી પાણીના સંગ્રહ અર્થે એક ચેકડેમ બનાવવામાં આવ્યો હતો પરંતુ ચેકડેમ હાલ તૂટી  પડ્યો હોય ડેમ બનાવવા પાછળનો આશય હાલ સફળ થયો નથી એવું વર્તમાન દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ કોતરો અને નદી પર સરકાર ની વિવિધ યોજનાના માધ્યમથી ચેકડેમો બનાવવામાં આવેલ છે. જેનું મુખ્ય કામ વહી જતું વરસાદી પાણી તેમાં સંગ્રહ થાય અને એ સિંચાઈ માટે ઉપયોગી બને અને જમીનમાં રહેલ પાણીના સ્તર ઊંચા આવે તે માટેનો છે. આવો જ એક ચેકડેમ સોનગઢના દુમદા ગામની સીમમાં બેડવાણ રોડ પર આવેલ છે. આ ચેકડેમની આસપાસની માટીની દીવાલ તૂટી ગઈ છે અને પાકા ચણતરમાં પણ ઘણા સ્થળે ગાબડાં પડી ગયાં છે આ કારણે ચોમાસાના સમયમાં એમાં પાણીનો સંગ્રહ થતો નથી, હજી પણ રિપેરિંગ ના કરવામાં આવે તો સરકારના પૈસાનું પાણીમાં વહેણ સાથે વહેવાદ સમાન બનશે. આમ પ્રથમ દ્રશ્યોમાં આ ચેકડેમ માત્ર બનાવવા ખાતર જ બનાવાયો હતો એવું સ્થળ પર જોવા મળ્યું છે. આ તમામ બાબતોમાં સવાલ ઘણા ઊભા થાય છે. જેમ કે; ચેકડેમ બનાવવાની સાઇટ કેટલી જરૂરિયાત મંદ હતી? ચેકડેમ બનાવવાથી શું ફાયદાઓ થશે એ અંગેનું વિઝન શું? ચેકડેમ બનાવવામાં માટે કોન્ટ્રાક્ટરની પસંદગી કેવી રીતે? કોને કરી? હલકી કક્ષાનું મટેરિયલ ઉપયોગ માટે  કોન્ટ્રાક્ટર સામે તંત્ર એ શું પગલાં લીધા? સરકારી તંત્ર કેમ એક્શન લીધા નહીં? અધિકારીઓ કોના દબાણ હેઠળ છે? વગેરે અનેક સવાળોની ઉપજ સામે સ્થાનિક ખેડૂતો એ આ ચેકડેમ રિપેર કરવામાં આવે અને આસપાસ માટીની દીવાલ લંબાવવામાં આવે એવી માંગ કરી છે?

Related Articles

Back to top button