ડાંગ

ડાંગનાં ચિકટ્યા ગામે હુમલાખોર દીપડો પાંજરે પુરાયો

હુમલાનો ભોગ બનનારે જ દીપડાની પૂજા કરી

ડાંગ જિલ્લામાં લાંબા સમયબાદ ફરી દીપડાનો આંતક જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ ચીકટ્યા ગામે તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ ઉપર શુક્કરભાઈ ચૌધરી ઉપર હુમલો કરી શરીરના ભાગે નખ મારી ઈજાઓ પહોંચાડી હતી. જેની જાણ વન વિભાગને જાણ કરાતા દીપડાને પાંજરે પૂરી જંગલમાં છોડવામાં આવ્યો હતો.

ડાંગનાં ચીકટ્યા ગામે શુક્કરભાઈ તેમના ઘરના ઓટલા પર ઊંઘી રહ્યા હતા. તે દરમિયાન શિકારની શોધમાં ગામમાં ઘૂસી આવેલા દીપડાએ શુક્કરભાઈને શિકાર સમજી તેમના પર હુમલો કર્યો હતો. જેથી શુક્કરભાઈ બૂમાબૂમ કરતા દીપડો ભાગી ગયો હતો. આ હુમલામાં શુક્કરભાઈને હાથ તેમજ ખભાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે તેમને તાત્કાલિક સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. ત્યાર બાદ વનવિભાગે દીપડાને પાંજરે પુરવા માટેની કવાયત હાથ ધરી હતી. ત્યારે ગતરોજ દીપડો પાંજરે પુરાયો હતો જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા.

પાંજરે પુરાયેલા દીપડા માટે એક માનવતાભર્યુ દૃશ્ય જોવા મળ્યું હતું. આ હુમલાનો ભોગ બનાર શુક્કરભાઈએ અગરબત્તી કરી અને નારિયેળ ફોડી દીપડાની પૂજા કરી હતી. ડાંગ જિલ્લામાં આદીવાસીઓ દ્વારા વાઘને દેવ માની પૂજવામાં આવે છે. જેથી તેમનું માનવું હતું કે તેમની કોઈ ભૂલ થઈ હશે માટે દીપડાએ તેમના પર હુમલો કર્યો હશે માટે તેમણે દીપડાને વાઘ માની તેની પૂજા કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button