માંડવી

માંડવીના કરંજ ગામે એક યુવક લગ્નની લાલચ આપી 15 વર્ષની સગીરાને ભગાડી ગયો

સગીરાના પરિવારે માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

માંડવી તાલુકાના કરંજ ગામે ખાતે એક યુવક લગ્નની લાલચ આપી 15 વર્ષની સગીરાને ભગાડી ગયો હતો .સગીરાના પરિવારે માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામએ રહેતા એક શ્રમજીવી પરિવારની 15 વર્ષ અને 29 દિવસની સગીરાની નાદાની નો લાભ લઇ લગ્નની લાલચ આપી ફોસલાવી ભગાડી ગયો હતો. સગીરાના પરિવાર દ્વારા સમગ્ર ઘટનાની જાણ માંડવી પોલીસને કરવામાં માંડવી પોલીસે ગણપત હીરાલાલ ગૌડ નામના ઇસમ વિરૂદ્ધ આઇપીસી કલમ 363,366 મુજબનો ગુનો દાખલ કરી તેઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. સગીરાને ભગાડી જનાર ઇસમ મધ્યપ્રદેશ રાજ્યમાં હોવાની પોલીસને આશંકાઓ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button