નર્મદા

મારી પુત્રીને મેસેજ કેમ કરે છે કહીં શખ્સે યુવાનને માર માર્યો

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ખડગદા ગામમાં દીકરીને કેમ મોબાઈલથી મેસેજ કરે છે તેમ કહીં માર મારી ધમકી આપી હતી. જેના પગલે ઇજાગ્રસ્તને તુરંત સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. પરિવારજનોએ હુમલો કરનાર બે શખ્સો સામે કેવડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગરૂડેશ્વર તાલુકાના ખડગડાદાનાં રહેવાસી સુશીલાબહેન નારણભાઈ તડવીએ આપેલી ફરિયાદ મુજબ તેમનો દિકરો અનિલ ઘરે તેના મોબાઈલમાં મેસેજ કરતો હતો. તે વખતે ફળીયામાં રહેતા પ્રહલાદભાઈ જીવણભાઈ તડવીનાઓ અચાનક તેમના ઘરે આવી અનિલ પાસેથી તેનો ફોન લઈ અપશબ્દો બોલવા લાગેલા અને કહેવા લાગેલા કે મારી દીકરીને કેમ મેસેજ કરે છે તેમ કહીં તેને આંગણામા ખેંચી લાવી ગડદા પાટુનો માર મારી તેમજ જીવણભાઈ લાકડી લઈને આવી અનિલભાઈને લાકડીનાં સપાટા મારી ઈજા કરી હતી. તથા ચાંદનીબેનને માથાના વચ્ચેના ભાગે લાકડી મારી ઈજા કરી અપશબ્દો ઉચ્ચારી તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ઘટનામાં ઘવાયેલાઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે કેવડિયા પોલીસે બંને વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button