નર્મદારાજનીતિ

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની, અંગત મદદનીશ અને ખેડૂત મિત્રના 2 દિવસના રિમાન્ડ મંજૂર

નર્મદા જિલ્લામાં ડેડીયાપાડાના વન વિભાગના કર્મચારી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે થયેલ ઘર્ષણને લઈને મામલો ગરમાતો જાય છે અને હાલમાં ધારાસભ્ય ચૈતર વસાવા તો ભૂગર્ભમાં છે, પરંતુ પોલીસે તેની પત્ની શકુંતલા વાસવા અંગત મદદનીશ જીતેન્દ્ર વસાવા અને ખડૂત સાથી રમેશ વાસવા આ ત્રણ સામે પણ ગુનો નોંધાતા પોલીસે આ ત્રણની ધરપકડ કરી છે.

પોલીસે ડેડીયાપાડા કોર્ટમાં રિમાન્ડ માટેની અરજી કરતા ચૈતર વસાવાની પત્ની અને સાથીઓની તરફેણમાં ધારદાર દલીલો કરતા કોર્ટે રિમાન્ડ અરજી નામંજૂર કરી હતી. જોકે ડેડીયાપાડા પોલીસ માટે ધારાસભ્ય ચૈતર વસાવાની શોધખોળ અને સાથે જે ગનથી ફાયરિંગ કર્યું હતું. તે ગન શોધવા આ ત્રણને પૂછપરછ કરવામાં રિમાન્ડની માંગણી કરી હતી.

ડેડીયાપાડા કોર્ટેના મંજૂર કરતા ડેડીયાપાડા પી.એસ.આઈ.એ રાજપીપળા ડિસ્ટ્રીક સેસન્સ કોર્ટમાં રિવાઇઝ અરજી કરતા તેની સુનવણી 9 નવેમ્બરના રોજ રાખી હતી. જોકે બાદમાં ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી અને ધરપકડ થયેલી. ત્રણ શખસોની પણ જામીન અરજી આવતા કોર્ટે 8મી નવેમ્બરના રોજ રિમાન્ડ અરજીની સુનવણી કરતા નામદાર ડસ્ટિક સેસન્સ જજ એન.આર.જોશી દ્વારા શકુંતલા વાસવાના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અંગત મદદનીશ જીતેન્દ્ર વસાવા અને ખડૂત સાથી રમેશ વાસવાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાનો આ કેસ હાઈ પ્રોફાઈલ બનતો જાય છે. 9 નવેમ્બરના રોજ ધારાસભ્ય ચૈતર વસાવાના આગોતરા જામીનની અરજી પર સુનવણી થશે અને હાલ પોલીસ કસ્ટડીમાં હોવાથી શકુંતલા વાસવા, જીતેન્દ્ર વસાવા અને રમેશ વાસવાની જામીન અરજી પર સુનાવણીઓ થશે. સરકાર તરફેણમાં જીતેન્દ્રસિંહ ગોહિલ દલીલ કરશે. જ્યારે ચૈતર વસાવાની આગોતરા માટે આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને વકીલ ગોપાલ ઈટાલીયા રાજપીપળા આવે એવી શક્યતાઓ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button