નર્મદા

ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ 7મીએ દેડિયાપાડામાં જનસભા સંબોધશે

ધારાસભ્ય હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં

દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા વનકર્મીઓને ધમકાવવાના કેસમાં જયુડિશીયલ કસ્ટડીમાં છે અને તેમને સબજેલની અલગ બેરેકમાં રખાયાં છે. તેઓ જેલમાં આપવામાં આવતું જ ભોજન આરોગી રહયાં છે અને તેમને આગામી લોકસભાની ચૂંટણી લડવાનો હુંકાર કર્યો હોવાની વાત જિલ્લાના પ્રભારી તેજસ પટેેલે કરી છે.

બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 7મી જાન્યુઆરીએ દેડિયાપાડા આવે તેવી સંભાવના છે. દેડિયાપાડાના બોગજ ગામ પાસે આદિવાસી ખેડૂતના ખેતરમાંથી કપાસનો પાક કાપી નાખવાના મામલે વનકર્મીઓને પોતાના ઘરે બોલાવી ઘમકી આપવાના તથા હવામાં ગોળીબાર કરવા સહિતના આરોપો સર ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત 10 થી વધુ લોકો સામે ફરિયાદ થઇ હતી. પોલીસ ફરિયાદ થયા બાદથી ફરાર થઇ ગયેલાં ધારાસભ્ય 40 દિવસ બાદ પોલીસમાં હાજર થયાં હતાં.

કોર્ટે વધુ રીમાન્ડ નામંજૂર કરતાં તે 18મી તારીખથી જયુડિશીયલ કસ્ટડીમાં છે.આ કેસમાં તેમના પત્ની સહિત બીજા આરોપીઓને પણ જામીન મળ્યાં નથી. ચૈતર વસાવાને સુરક્ષાના કારણોસર અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે. તેઓ જેલનું જ ભોજન આરોગે છે. જેલકર્મીઓ સાથે એમનો વ્યવહાર પણ સારો છે. નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી તેજસ પટેલના જણાવ્યા મુખ્ય, ધારાસભ્ય ચૈતર વસાવાએ મને જણાવ્યું છે કે, હું લોકસભા ચૂંટણી લડવાનો જ છું અને જીતવાનો જ છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button