તાપી

ડોલવણમાં પરપ્રાંતીયો સામેની લડાઈમાં આદિવાસી સમાજના 2 જુથ બાખડ્યા

ડોલવણમાં તમામ બિન આદિવાસીઓની દુકાન બંધ રાખવા અંગે ડોલવણ પોલીસ મથકે અરજી કર્યા બાદ ડોલવણ સરપંચે લેટર પેડ પર દુકાન બંધ કરાવે અને કોઈ ઘટના બને તો તેની જવાબદારી જે તે વ્યક્તિની રહેશે એવું જણાવતા ગ્રામ પંચાયત કચેરી સામે જ આદિવાસી સમાજના બ જુથ અંદરો અંદર બાખડયા બાદ સામ સામે પક્ષોએ ફરિયાદો નોંધાઈ છે.

ડોલવણમાં પરપ્રાંતિય યુવક દ્વારા આદિવાસી યુવક અંકુર ચૌધરીની હત્યા કરવામાં આવી હતી. અંકુરની હત્યા ડોલવણના અજીતભાઈ ચૌધરી તથા પરપ્રાંતીયો એ સોપારી આપી હત્યા કરાઈ હોવાની શંકાઓ વ્યક્ત કરાઇ હતી, જે બાદ સંદીપભાઈ ચૌધરી નામના યુવકે 23મીના રોજ ડોલવણ પોલીસ મથકે અરજ કરી બિન આદિવાસીઓની દુકાનો બંધ રાખવા અરજી આપી હતી. પરંતુ 23 મેના રોજ પરપ્રાંતિય લોકોની દુકાનો સવારથી ખુલ્લી રહેતા અંકુરભાઈ ચૌધરી કે જેમની હત્યા થઈ હતી તેમનો પરિવાર તથા કેટલાક ગ્રામજનો સવારે ડોલવણ ગ્રામ પંચાયત પાસે ભેગા થઈ રહ્યા હતા તે જ અરસામાં અજીતભાઈ મધુભાઈ ચૌધરી કાર લઈને આવ્યો હતો. અને આશાબેન ચૌધરીની પાસે આવીને ગળામાં પકડી દુપટ્ટો ખેંચી સોનલબેનને તમાચો મારતા અજીતભાઈ ઝપાઝપી કરવા લાગેલ તે વખતે અજીતભાઈ નીચે પડી જતા તેને મોઢાના ભાગે ઇજા થતાં 108માં હોસ્પિટલ લઇ જવાયો હતો. તે વખતે પણ અજીતભાઈએ આશાબેનને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. આ બનાવ વખતે પોલીસની હાજરીમાં જ થયો હતો, અંકુરના માતા આશાબેન પણ બેભાન થઈ જતા તેમને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક તરફે આશાબેન ચૌધરી તથા બીજી તરફ અજીતભાઈ ચૌધરી એકબીજાને સામસામે ફરિયાદ ડોલવણ પોલીસને કરવામાં આવી છે. અજીતભાઈ પણ નશાની હાલતમાં હોવાનું લાગતા લોહીનું સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Back to top button