ઉમરપાડાગુનો

ઉમરપાડાનાં વહાર ગામે 42 વર્ષીય યુવક ઘરેથી ડ્રાઇવીંગ કરવા જવાનું કહી ગુમ થયો

ઉમરપાડા પોલીસની હદમાં આવેલા વહાર ગામે 42 વર્ષીય યુવક ઘરેથી કામ પર જવાનું કહી ગુમ થઇ જવાનાં મામલે ઉમરપાડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેશભાઇ વિનુભાઈ ગામીત ઉ.વ.42 )રહે વહાર ગામ તા.ઉમરપાડા) ઉપરોક્ત સરનામે પરીવાર સાથે રહી ડ્રાઇવીંગ કરી પોતાનાં પરીવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે મહેશભાઇ ઝંખવાવ ખાતે ડ્રાઇવીંગ કરવા જાઉં છુ એવુ જણાવી ઘરેથી ચાલ્યા ગયા હતા. પરંતુ સમય વિત્યે મહેશભાઇ ઘરે પરત નહીં ફરતા પરીવારજનો દ્વારા સગા સબંધી સહિત આસપાસનાં વિસ્તારમાં તપાસ કર્યા બાદ પણ મહેશભાઇનો કોઈ પત્તો નહીં લાગી આવતા અંતે પરીસ્થિતિ પામી ગયેલા પરીવારે સમગ્ર ઘટના અંગે ઉમરપાડા પોલીસ મથકે ફરીયાદ કરી હતી. જોકે હાલ પોલીસે પરીવારની ફરીયાદ અનુસંધાને ગુમનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button