માંડવી

માંડવીના રૂપણ કન્યા છાત્રાલય પાસેથી બડતલ તરફ જવાનો સીધા રસ્તા પર ખાડા ખબોચિયાના કારણે વાહન ચાલકો માટે પરેશાન રૂપ સાબિત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, માંડવી તાલુકાના રૂપણ કન્યા છાત્રાલય પાસેથી બડતલ તરફ જવાના સીધો રસ્તો જેના પર ખાડાઓનું ખૂબ વિસર્જન થયું હોવાને કારણે તે જાહેર વાહન ચાલકો માટે જોખમી રૂપ સાબિત થયો છે.

હકીકત એવી છે કે આ રસ્તા પર જવાબદાર વિભાગ તરફથી આ રસ્તા પર રીકારપીંગ કરવામાં આવતું નથી. ત્યાં ખાડા ખાબોચિયા પૂરવામાં આવતા નથી. ડામર પિચિંગ મારવામાં આવતું નથી. આ રસ્તા પર બડતલ સુધી રસ્તો ખૂબ ભયંકર થઈ જવા પામેલ છે. ચોમાસા દરમિયાન આ રસ્તા પરથી પાણી જતું હોય રોડની સાઈડમાં ગટર પણ બનાવવામાં આવી નથી. તેમજ જો તે રસ્તો ખેતરાડી રસ્તો હોવાના કારણે ત્યાંથી ગટરના આપી શકાય તેમ ના હોય તો જવાબદાર વિભાગે તે માર્ગને દુરસ્તી કરવો જરૂરી બને છે. જો તાકીદે આ રસ્તાને દુરસ્તી કરવામાં નહીં આવે તો ત્યાંથી પસાર થતા વાહનચાલકો જો કોઈ ખાડાઓના કારણે પડી જવાથી અકસ્માત પામે તો લાગતા વળગતા જવાબદાર તંત્રની જવાબદારી રહેશે તેવું સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.

Related Articles

Back to top button