ગુજરાતગુનોદક્ષિણ ગુજરાતબ્લોકમાંગરોળરાજ્યસુરત

માંગરોળના લવેટ ગામે નશામાં ધૂત યુવકે શોલે ફિલ્મને યાદ કરાવી

પરસ્ત્રી સાથે સંબંધ મુદ્દે પરિવારે ઠપકો આપતા યુવક દારૂની બોટલ લઇ વીજ ટાવર પર ચડી જતા તમાશો

માંગરોળ તાલુકાના લવેટ ગામે હાઈટેન્શન વીજ લાઈન ના ટાવર ઉપર યુવક દારૂની બોટલ સાથે ચડી જતા શોલે ફિલ્મ જેવા સીન સર્જાયા હતા અને અંત: સરકારી અધિકારીઓની સમય સૂચકતાથી યુવકનો જીવ બચી ગયો હતો.

માંગરોળ તાલુકાના લવેટ ગામનો પરણિત યુવક વિનોદભાઈ રૂપસિંગભાઈ વસાવા સાંસારિક જીવનમાં જીવે છે અને તેમને સંતાન પણ છે. વિનોદભાઈ બાજુના ગામની અન્ય સ્ત્રી સાથે આડા પ્રેમ સંબંધ હતા. જે બાબતે પરિવારજનોએ વિનોદભાઈને ઠપકો આપતા વિનોદભાઈ નજીકના ખેતરમાં આવેલ વીજ લાઈન ના ટાવર પર દારૂની બોટલ લઈ ચડી ગયો હતો.

આ ઘટનાની જાણ કુટુંબીજનોને થતા પરિવારજનો તેમજ ગ્રામજનો ઉપરોક્ત વિજ લાઇનના ટાવર પાસે દોડી આવ્યા હતા અને યુવકને નીચે ઉતારવા માટે વારંવાર વિનંતીઓ અને પ્રયાસો કરતા હતા. ત્યારે શોલે ફિલ્મના ધર્મેન્દ્ર જે રીતેના નાટકો કરે દ્રશ્યો સર્જાયા હતા જેથી સ્થાનિક યુવાનો દિલીપભાઈ તેમજ મનીષભાઈ વસાવા દ્વારા આ ઘટનાની જાણ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શાહબુદ્દીનભાઈ મલેકને કરવામાં આવી હતી.

જેથી તેમણે ઘટનાની જાણ માંડવી પ્રાંત અધિકારીશ્રી જનમ ઠાકોર અને માંગરોળના મામલતદાર પાર્થ જયસ્વાલને કરતા અધિકારીઓએ ત્વરિત પગલાં લઈ વીજ લાઈન પર નો વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો અને ત્યારબાદ સમય સૂચકતા ધ્યાને લઈને  ઘટના સ્થળે ઝંખવાવ પોલીસ પણ દોડી આવી હતી.

૨ કલાકની જેહમત બાદ યુવકને વીજ લાઈનના ટાવર ઉપરથી નીચે ઉતાર્યો હતો સરકારી અધિકારીઓની સમય સૂચકતાને કારણે યુવકનો જીવ બચ્યો છે સાથે સાથે આવું ગેરકાયદેસર કૃત્ય કરનાર વિનોદભાઈની ઝંખવાવ પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button