માંડવી

શાળાકીય રમતોત્સવમાં સાલૈયા મુખ્ય પ્રા.શાળાના વિદ્યાર્થીઓ ઝળક્યા

ર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત અખિલ ભારતીય શાળાકીય અંડર-14ના તાલુકા કક્ષાના રમતોત્સવમાં સાલૈયા મુખ્ય પ્રા.શા. ના વિદ્યાર્થીઓએ જુદી જુદી રમતોમાં ભાગ લઈ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી. જેમાં એથલેટિક્સ રમતોમાં 100 મીટર ભાઈઓ બહેનોની દોડમાં બીજા નંબરે તથા ઊંચી કુદમાં બહેનોમાં કૃષાંગી હરિસિંગભાઈ ચૌધરી પ્રથમ ક્રમે રહી હતી. અન્ય રમત ખો-ખોની રમતમાં બહેનો સેમિફાઇનલમાં, ભાઈઓ ફાઇનલ સુધી. કબડ્ડીની રમતમાં ભાઈઓ પાતલ આશ્રમની ટીમને ફાઇનલમાં હરાવી તાલુકા કક્ષાએ ચેમ્પિયન થયા હતા. આગામી જિલ્લા કક્ષાની રમત માટે સાલૈયા મુખ્યના શિક્ષકો અને આચાર્યએ શુભકામના પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button