તાપી

કુકરમુંડાના ભૂતકાળમાં કરેલી રજૂઆતોનું નિરાકરણ નહીં આવતા ધરણા પ્રદર્શન

કુકરમુંડા તાલુકાના વિસ્તારમાં જાહેર હિતના વિવિધ પ્રશ્નો તેમજ અનેક ગરીબ લોકોઓ સરકારીની યોજનાકીય લાભથી વંચિત રહ્યા હોવા અંગે સહીત દારૂબંધી, રોજગારી જેવા પ્રશ્નો સાથે ભૂતકાળમાં આદિવાસી સમાજના આગેવાનો સહીત મહિલાઓ દ્વારા જવાબદાર તંત્રને આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં તંત્ર દ્વારા યોગ્ય નિકાલ ન લાવતા ગત રોજ કુકરમુંડાના સેવાસદન ખાતે આદિવાસી સમાજના આગેવાન સુરેશભાઈ નવલસિંગભાઈ વસાવાની ઉપસ્થિતમાં 30 થી વધુ મહિલા સહીતના લોકો ધરણા પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા.

આદિવાસી સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા ગત રોજ કુકરમુંડાના મામલતદાર કચેરી ખાતે આપેલ આવેદનમાં ધરણા પ્રદર્શન કાર્યક્રમ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.પરંતુ આ ધરણા પ્રદર્શન અંગે કાયદેસરની પરવાગી ન હોવાના કારણે નિઝર પોલીસ સ્ટેશનના PSI પી. એમ. હઠીલા સહીત તેમની ટીમ દ્વારા ધરણા પ્રદર્શન કરનાર તમામને તાલુકા સેવા સદનના ગેટ પાસે જ રોકી દેવામાં આવ્યા હતા. ભૂતકાળમાં કરેલ વિવિધ પ્રશ્નોમાં કુકરમુંડા તાલુકા વિસ્તારમાં અલગ અલગ જાહેર હિતના પ્રશ્નો અને આવાસ યોજનાથી અનેક ગરીબ લોકોને વંચિત રાખવામાં આવેલ છે. તેમજ રોજગારીનો પ્રશ્ન, દારૂબંધી જેવા વિવિધ પ્રશ્નોને લઇને જવાબદાર તંત્રને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા યોગ્ય નિકાલ ન લાવતા ગત કુકરમુંડા તાલુકા સેવા સદન ખાતે ધરણા પ્રદર્શન કરવા માટે આદિવાસી સમાજના આગેવાનો અને મહિલા સહીતના લોકોઓ પહોંચ્યા હતા. આ ધરણા પ્રદર્શન માટે કાયદેસરની પરવાનગી ન હોવાના કારણે પોલીસ તંત્ર દ્વારા તાલુકાના સેવા સદનના ગેટ પાસે જ ધરણા પ્રદર્શન કરનાર તમામ લોકોને રોકી દેવામાં આવ્યા હતા. જોકે સેવા સદન ખાતે ધરણા પ્રદર્શન કરવા પહોંચેલા આગેવાન સહીતના લોકોઓ સાથે કુકરમુંડા તાલુકા પંચાયત કચેરીના જવાબદારો અને કુકરમુંડા તાલુકાના મામલતદાર કચેરીના જવાબદારોએ ચર્ચાઓ કરી હતી.જેમાં રજૂઆત કરેલ વિવિધ પ્રશ્નોનું આવનાર દિવસોમાં નિરાકરણ લાવવા અંગેનું આશ્વાસન આપતાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ સમેટાયુ હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button