નર્મદારાજનીતિ

છોટુભાઈ વસાવા પ્રત્યે સમાજ અને વિરોધ્ધી પાર્ટીઓની પેશી ગયેલ માનસિકતાં વિશે છોટુભાઈ વસાવાનો ઉવાચ?

જે ચૈનલો પૈસા કમાવા સત્યથી પર રહી પાર્ટીઓની તરફદારી કરે છે .એવી પાર્ટીઓને હું માનતો પણ નથી...છોટુ વસાવા

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના માલજીપુરા ખાતે સમાજમાં અને નેતાઓ છોટુ વસાવા પ્રત્યેની જે માનસિકતા ધરાવે છે. તે વિશેના છોટુભાઈ વસાવાને પુછવામાં આવ્યું કે, છોટુ વસાવાએ કયા કારણથી ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં સામેલ થયા નથી? તે સવાલ સામે છોટુ વસાવાએ જણાવ્યું કે, દેશમાં જે પણ રાજકીય પાર્ટીઓએ આઝાદી બાદ શાસન કર્યુ છે. તેવી કોઈપણ રાજકીય પાર્ટી કોઈ નિર્ણય લઈ શકતાં નથી. દેશના લોકો ગરીબ રહે,વંચિત રહી જાય, કોઈ જાતનું રક્ષણ નહી મળે ? એવી જાતની સરકારો સંઘના ઈશારે કામ કરે છે. એવી જાતની સરકારો શુ કામ આપવી જોઈએ? જે પાર્ટીઓ એસસી, આદીવાસીઓ, માઈનોરીટી અને માઈનોરીટી તેમજ ઓબીસીઓના વિરોધ્ધી છે. આવી સરકારોને મજબુત ન બનાવવી જોઈએ ? કારણ કે આ પાર્ટીઓમાનાં પછાતોના ભાઈઓ-બહેનો અંગત ગુમાવવાના છે. અને આવા વિસ્તારનો પટ્ટો ગુમાવવના છે.એના કારણે હું આજ સુધી કોગ્રેસ, ભાજપ કે આમ આદમી જેવી પછાતો વિરોધ્ધી પાર્ટીઓમાં ગયો નથી. એવું એમણેનલ જણાવ્યું હતું. ઉપરાંત તેઓ જણાવે છે કે, હુ નેતાઓનો વિરોધ્ધી નથી. પણ આવી પાર્ટીઓનો વિરોધ્ધી છું. આવી પાર્ટીઓ ખોટુ જ કરવાનાં છે. બીજું એમ પણ જણાવ્યું હતું કે, આર્યો/ અનાર્યોનો જે ઈતિહાસ છે તેમને ભુસી નાખવાના પ્રયાસો થાય છે. જે પાર્ટીઓ એસસી, આદીવાસીઓ ,માઈનોરીટી અને ઓબીસી દેશમાં હોવા જ ન જોઈએ એવી માનસિકતાં ધરાવે છે. એવી પાર્ટી સાથે હુ સંવાદ કરતો નથી કે એમાં જતો નથી. ઉપરાંત જમાવટ ચૈનલના દિવ્યાંશી જોષીએ કહ્યુ હતું કે, જે છોટુ વસાવા મૂળ નિવાસીના નામે ગેરમાર્ગે દોરે છે. અને છોટુ વસાવા શું બિજા લોકોને હાંકી કાઢશે. જેના પ્રત્યુરમાં દિવ્યાંશી જોષીને છોટુ વસાવાએ કહ્યુ કે, આતો એમનુ કામ છે. અમારુ આવી પાર્ટીઓએ સર્વોચ્છવ છીનવી લીધું છે. અને પછાતોને બચાવ્યાં નથી. એટલે અમારો વિરોધ્ધ કરે છે .અને એવી ચૈનલોને હુ માનતો પણ નથી.

આમ છોટુભાઈ વસાવાએ દેશમાં રાજકીય પાર્ટીઓ શુ કરી રહી છે.અને શુ કરવા માંગે છે. અને તેનાથી પછાતોને કેવી રીતના નુકશાન થઈ રહ્યુ છે. તે ઉંડા અભ્યાસુ અને તમામ નેતાઓથી એક સાચી હકીકત સાથે અલગ જ છબી ધરાવતાં અંગેનો ધારધાર ખુલાસો કર્યો છે .

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button