માંગરોળ

સેલારપુર ગામે સ્ટોન ક્વોરીના માલિકો પર હુમલો કરનારા હુમલાખોરોને સાત દિવસમાં પકડવા માંગ

માંગરોળ તાલુકાના સેલારપુર ગામે સ્ટોન કવોરી માલિકો પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓને દિન સાતમાં પકડી પાડવામાં નહીં આવે તો સ્ટોન કવોરી ઉદ્યોગ બંધ કરી દેવાની ચીમકી સુરત જિલ્લા સ્ટોન કવોરી એસોસિએશનને આપી છે. આ મુદ્દે સુરત જિલ્લા પોલીસવડા સાથે ટેલીફોનીક વાતચીત સ્ટોન કવોરી એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. ઝંખવાવ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસ અધિકારીને હુમલાખોરો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરતું એક લેખિત આવેદનપત્ર સુપ્રત કરાયું છે.

જિલ્લા સ્ટોન ક્વોરી એસોસિએશનના પ્રમુખ મનસુખભાઈ ભાલાળા અને માંગરોળ તાલુકા સ્ટોન ક્વોરી એસોસિએશનના પ્રમુખ ભુરાભાઈ આહીર સહિતના સ્ટોન ક્વોરીના માલિકોએ જણાવ્યું કે, સ્ટોન ક્વોરી ઉદ્યોગ વર્ષે કરોડો રૂપિયાની રોયલ્ટી થકી સરકારને પણ તગડી આવક કરી આપતો આ ઉદ્યોગ છે. આમ સરકાર માટે પણ કમાવો દીકરા તરીકે ગણાતો ઉદ્યોગ છે. વર્ષોથી અમે વિસ્તારના દરેક ગ્રામજનો સાથે શાંતિ સુલેહથી હળી મળીને ધંધો કરતા આવ્યા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં અમુક અસામાજિક તત્વો યેન કેન પ્રકારે અમારા ધંધાની શાંતિને ડહોળીને કાયદો હાથમાં લઇ ગભરાટ અને અશાંતિનું વાતાવરણ ઊભું કર્યું છે.

બે દિવસ પહેલા માંગરોળના સેલારપુર ગામે અંબિકા સ્ટોન ક્વોરીમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ક્વોરીની ઓફિસમાં બેઠેલા ક્વોરીના માલિક જગદીશકુમાર ભુપેન્દ્રભાઈ પટેલ, અભિષેક નારાણભાઈ પટેલ, વાંકલના રહેવાસી બન્ને ભાઈઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હાલમાં બન્ને ભાઈઓને ગંભીર ઇજા થવાના કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખ્યા છે.

આ ઉપરાંત તેઓએ પહેરેલ સોનાની ચેન અને અમુક રકમ પણ લુંટી લઈ ઓફિસમાં તોડફોડ કરી છે. તદુપરાંત વિસ્તારની બધી જ ક્વોરીઓમાં નાની મોટી ચોરીઓની ઘટનાઓ બનતી જ રહે છે. તેમાં પણ આવા અસામાજીક તત્વો સંડોવાયેલા છે. જે તે સમયે ક્વોરી માલિકો પોલીસમાં અરજીઓ પણ આપતા જ રહે છે. ત્યારે અસામાજીક તત્વોને કાયદાનું ભાન પોલીસ કરાવે.

અંબિકા સ્ટોન ક્વોરીના માલિકોને પોલીસે સમયસર પહોંચી બચાવી લીધા હતા. ક્વોરી ઓનર્સ એસોસિએશનનની માંગ છે કે, ઉપરોક્ત ઘટનાની ગંભીરતા સમજી એમાં યોગ્ય અસરકારક અસરકારક કલમો લગાવી આવા અસામાજિક તત્વોને દાખલઓ બેસે એ મુજબની સજા થાય. જેથી કરી બીજા કોઈ તત્વો આવા અસામાજિક કૃત્ય કરતા પહેલા કાયદાના ડરથી ખોટા કામ કરતા અટકે અને વિસ્તારમાં કાયમ માટે શાંતિ જળવાયેલી રહે

ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીઓ જે હાલમાં નાસતા ફરે છે અને પોલીસ પકડથી દૂર છે તેઓને તાત્કાલિક દિન 07 (સાત)માં પકડી સખત પગલાં લેવામાં આવે નહીંતર અસુરક્ષાનાં વાતાવરણમાં અમારે સ્ટોન ક્વોરી ઉદ્યોગ બંધ કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button