માંગરોળ

વાંક્લ ગામે 40 લોકો પર હુમલો કરનાર કપિરાજ આખરે પાંજરે પુરાયો

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંક્લ ગામે છેલ્લા 4 દિવસથી આંતક મચાવનાર 40 લોકો પર હુમલો કરી બચકા ભરી લોહી લુહાણ કરનાર કપિરાજ આખરે પાંજરે પુરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

માંગરોળ તાલુકાના વાંકલ ગામે છેલ્લાં કેટલાક દિવસોથી એક કપિરાજે આતંક મચાવ્યો હતો. જેને પકડવા માટે વન વિભાગની ટીમે તજવીજ હાથ ધરી હતી, પરંતુ કપિરાજને પકડવાના તેઓના અનેક પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. ત્યારે આજે સવારે સુરત જિલ્લા વન્ય પ્રાણીઓને(લેપર્ડ એમ્બેસેડર) પકડવાની ટીમના કૌશલ મોદી, રઘુસિંહ ખેર સવારે વાંકલ આવી પહોંચ્યા હતા. જેમણે ચાર કલાકની મહેનત બાદ પશુચિકિત્સકના માર્ગદર્શન હેઠળ ડોઝ બનાવી કપિ વાનરનું લોકેશન મળતા ટેસ્યુકલાઈઝર ગનથી શૂટ કરી બેભાન કરી વાંદરાને પાંજરે પુરવામાં આવ્યો હતો.

કપિરાજ આજરોજ પાંજરે પુરતા વન વિભાગની ટીમ અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કપિરાજને ઝંખવાવ સારવાર બાદ રેસ્ક્યૂ સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 દિવસમાં તોફાને ચડેલા કપિરાજે યુવકો, વૃદ્ધો સહિત 40 જેટલા લોકો પર હુમલો કરી હોસ્પિટલ ભેગા કરી દીધા હતા. સ્થાનિકો 10 દિવસથી ઘરની બહાર નીકળવામાં પણ થર થર ધ્રુજી રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button