તાપી

સોનગઢ નજીક આવેલા રાણીઆંબાના મહિલા સરપંચ ગામમાં સતત ગેરહાજર રહેતાં ગ્રામજનોએ હોબાળો કર્યો

ગ્રામ પંચાતના સાત પૈકીના ચાર સભ્યો સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકવાની તૈયારીમાં

સોનગઢ નજીક આવેલા રાણીઆંબા ગામના મહિલા સરપંચ ચૂંટાયા બાદ પંચાયત કચેરી ખાતે સતત ગેરહાજર રહેતાં હોય લોકોમાં ભારે રોષ ઉભો થયો હતો. એ સાથે જ ગામના ઉપસરપંચ સહિતના ચાર સભ્યોએ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા તૈયારી કરી હતી.

મળેલી વિગત મુજબ સોનગઢ તાલુકાના રાણીઆંબા ગ્રામ પંચાયતના સરપંચ પદ પર હેમલતા બહેન શંકર ભાઈ ઢોડીયા ચૂંટાયેલા છે.એમને ચૂંટાયા ને લગભગ બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે પણ તેઓ મોટે ભાગે ઉચ્છલ ખાતે જ રહેતાં હોવાનો આક્ષેપ ગ્રામજનો એ કર્યો છે. આમ ગામ મહિલા સરપંચ ગામમાં રહેતાં ન હોય ગ્રામજનોને આવક જાતિના દાખલા સહિત ના અન્ય કામો અટવાઈ રહ્યાં છે. એ સાથે જ સરપંચની ગેરહાજરીને કારણે ગામમાં વિકાસ ના કામો પણ રોકાઈ ગયાં હોય એવી સ્થિતિ છે.

મંગળવારે ગ્રામજનો અને ખાસ કરી ને મહિલાઓ ગ્રામ પંચાયત કચેરી ખાતે ભેગા થયા હતાં અને મહિલા સરપંચ વિરુદ્ધ હોબાળો મચાવ્યો હતો.ઉપસ્થિત લોકો ની ફરિયાદ મૂજબ ગામ ના સરપંચ પંચાયત સ્તરે યોજાતી ગ્રામસભામાં પણ હાજર રહેતાં નથી જેથી ગ્રામસભા થકી પણ જે વિકાસ કામો થવા જોઈએ એ થતાં નથી. આ બાબતે ગ્રામ પંચાયતના ઉપ સરપંચ રીનાબહેન ભરતભાઈ ગામિતે જણાવ્યું કે રાણીઆંબા ગામના સરપંચ સતત ગેરહાજર રહેતાં હોય છે. જેથી ગામ લોકોને ઘણી મુશ્કેલી પડે છે.

આમ મહિલા સરપંચની રીતિ નીતિ ને કારણે નારાજ ગ્રામજનો એ સોનગઢ તાલુકા વિકાસ અધિકારી ને રૂબરૂ મળી તેમની વિરુદ્ધ રજૂઆત કરી હતી. આ બાબતે સરપંચ સામે અવિશ્વાસ ની દરખાસ્ત લાવવામાં આવનાર હોવા નું પણ જાણવા મળ્યું છે.

સરપંચ ગેરહાજર રહેતા કામો અટવાયા

રાણીઆંબા ગામ ના સરપંચ હેમલતા બહેન ઢોડિયા સરપંચ પદ પર ચૂંટાયા બાદ સતત ગામ ખાતે હાજર રહેતાં નથી.તેમની ગેરહાજરી ને કારણે ગ્રામજનો ના સહી સિક્કા સહિત ના ઘણા કામો થતાં નથી. આ બાબતે ગામના કુલ જુદા જુદા વોર્ડ માંથી ચૂંટાયેલા સાત સભ્યો પૈકી ના ચાર સભ્યોએ ગામના સરપંચ સામે અવિશ્વાસ ની દરખાસ્ત લાવવા ની તૈયારી કરી છે અને એ અંગે તાલુકા પંચાયત ખાતે રજુઆત પણ કરી છે. રઘુભાઈ ગામીત, સભ્ય,ગ્રામ પંચાયત, રાણીઆંબા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button