માંગરોળ

માંગરોળ તાલુકાના એક ગામમાં 181 ની ટીમ આવી મહિલાના વહારે

પતિ વ્યસન કરી ઝઘડો કરતા કંટાળી પત્ની

માંગરોળ તાલુકાના એક ગામના પરિવારમાં પતિ વ્યસન કરીને આવતો હોય. પત્ની ઠપકો આપતા પતિ ઝઘડો કરી અપશબ્દો બોલતા અને અવર નવાર ઝઘડાથી ત્રાસેલી પત્નીએ અભયમ181 પર કોલ કરી મદદ માગી હતી. ટીમ ઘટના સ્થળે પહોંચી પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

બારડોલી 181ટીમને માંગરોળ તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાનો ફોન આવ્યો હતો. જેથી બારડોલીની ટીમ સ્થળ પર પહોંચી હતી. પરિણીતાએ ટીમને જણાવ્યું હતું કે મારા લગ્ન જીવનને 11 વર્ષ થયા છે. મારા પતિ વ્યસન કરી લડાઈ ઝગડો કરે અને અપશબ્દો બોલે. આ અંગે પતિને ઠપકો આપતા પત્ની સાથે ઝઘડો કરી અપશબ્દો બોલે છે. વારંવારના ઝઘડાથી પરિણીતા ત્રાસી ગઇ હતી. પરિણીતાની વાત સાંભળી બાદ તેના પતિનું ટીમે કાઉન્સિલિંગ કર્યું હતું. 181ની ટીમે પતિને લગ્નજીવનની ગંભીરતાથી અને પારિવારિક જવાબદારી થી વાકેફ કરેલ. પોતાનું તેમજ ભવિષ્ય અંગે સમજ આપતા. તેમને કાયદાકિય જવાબદારીનું ભાન કરાવતાં પતિએ પોતાની ભુલ કબૂલી હતી.

Related Articles

Back to top button