નર્મદા

મુખ્યમંત્રીએ જાહેરાત કરેલ કામ થતું નથી; તો સામાન્ય નેતાઓ પર શું અપેક્ષા રખાય? લોકોનો તંત્ર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે.

મુખ્યમંત્રીએ જાહેરાત કરેલ રસ્તો અધિકારો અમલ કરતા નથી; જો ચોમાસા દરમિયાન તંત્રની લાપરવાહીથી કોઈ જાનહાની થઈ તો કોણ જવાબદાર?

  • મુખ્યમંત્રીના કાર્યક્રમમાં અધિકારીઓ મહારાષ્ટ્ર થઈ સારા રસ્તે આવતાં પણ આ રસ્તો જાણતાં હોવાથી બાય પાસ કરતા હતાં.
  • મુખ્યમંત્રીના આગમન માટે તાત્કાલિક હોલીપેડ બનાવ્યું પણ લોકો માટેની મુખ્યમંત્રીએ કરેલ જાહેરાતનો અનાદર કેમ ?

રાજ્યમાં કેટલીક પબ્લિક કામગીરી મુખ્યમંત્રી, મંત્રીઓ અને નેતાઓ દ્વારા ખાતમુહૂર્ત અથવા જાહેરાત કરવામાં આવે છે. પણ એ કામગીરી કેટલીકવાર લોકોની આશાઓ પર વહીવટી તંત્ર પાણી લાપરવાહી કરે છે. અથવા વર્ષો સુધી બનતી પણ નથી. તે પૈકી તા.૧૩ મી જુલાઈ ૨૦૨૪ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામે પધાર્યા હતાં. અને રાત્રી રોકાણ પણ કર્યું હતું. તે પ્રસંગે મુખ્યમંત્રીએ જાવલી – સેલંબા – ચિકાલી સુધીનો રસ્તો પોણા બે મિટર ની પહોળાઈ સાથે બનાવવાની જાહેરાત થતાં વિવિધ ન્યુઝ – ચેનલોમાં પણ આ જાહેર ખબર પ્રસિધ્ધ કરવામાં આવી હતી. આ કાર્યક્રમની તૈયારી કરવા કલેકટરથી તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સેલંબાથી જાવલી રસ્તે આવવાને બદલે સાગબારાથી મહારાષ્ટ્ર રાજ્યના રસ્તે જાવલી આવ-જા કરતાં હતાં. કારણ કે સેલંબા – જાવલી રસ્તો સેલંબાથી નવાગામ સુધી અતિ ખરાબ હતો. છતાં આ રસ્તો આજ સુધી બન્યો નથી કે જાહેરાત છતાં વહીવટીતંત્ર એ ધ્યાન આપ્યું નથી. સીએમના આગમન માટે અધિકારીઓએ તાત્કાલિક હોલીપેડ બનાવ્યું હતું. તો સીએમએ કરેલ જાહેરાતનો અનાદર કેમ ? જો આ રસ્તો આજકાલ નહીં બને તો ચોમાસામાં રાહદારીઓને ઘણી તકલીફ થશે. આ રસ્તે ઠેઠ જાવલીથી સેલંબા કે સાગબારા સ્કૂલે જતાં વિદ્યાર્થીઓને ઘણું વેઠવું પડશે અને સાથે સમય પણ વેડફવાશે. તેમજ આરોગ્ય,ખેતી વિષયક બાબતે લોકોને ઘણું સહન કરવું પડશે. હજુ ચોમાસું બેઠું જ નથી છતાં લોકોને હમણાં થીજ રસ્તાની ચિંતા થવા લાગી છે. આ તમામ બાબતે તંત્ર નિંદરમાંથી વહેલું ઉઠે એવી લોક ચર્ચાએ જોર પકડયું છે.

Related Articles

Back to top button