તાપી

સોનગઢ પાલિકા રોડ બ્યુટી ફિકેશનના નામે ઉકાઈ રોડ પર બનાવાયેલા વોકિંગ વેની ગ્રીલ તૂટી ગઈ અને ફૂલ છોડ પાણી વિના તરફડે છે

 સોનગઢ પાલિકામાં ચૂંટાયેલી બોડીનું અસ્તિત્વ ન હોય વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. જો કે બીજી રીતે જોઈએ તો હાલમાં પાલિકા ચીફ ઓફિસર ગોહેલ અને બાંધકામ શાખાના કર્મચારીની જોડી જ ચલાવી રહી છે એવું જોવા મળી રહ્યું છે.

નગરપાલિકા દ્વારા ગત સમયમાં સોનગઢના દેવજીપૂરાથી ઉકાઈ રોડ સુધીનો રોડ બ્યુટી ફિકેશનના નામ હેઠળ પહોળો કરી રોડની આસપાસ વોક વે સહિતના કામ કરવામાં આવ્યાં હતાં.જો કે કામ કરતી વખતે પાલિકા બાંધકામ વિભાગના પ્રદીપ પટેલ સહિતના કર્મચારીઓ દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં ન આવ્યું હોવાના કારણે કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોય એવું નરી આંખે જોઈ શકાય છે.

હાલ થોડા દિવસ પહેલાં જ આ કામનું લોકાર્પણ ધારાસભ્ય ડૉ. જયરામભાઈએ કર્યું હતું પણ આ વિધિના થોડાં સમય બાદ જ કામની ગુણવત્તા બાબતે પ્રશ્ન ઉભા થાય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યાં છે. મરાઠી સ્કૂલથી ઉકાઈ રોડ સુધીનો ડબલ રસ્તો ઠેર ઠેર તૂટી ગયો છે અને તેમાં આડેધડ થિંગડા મારવામાં આવ્યાં હોય ચંદ્રની ધરતી પર વાહન ચલાવતાં હોય એવું લાગે છે હવે આ રોડ કેવી રીતે બ્યુટીફૂલ ગણાય એ કામ કરાવનારાં જ જાણે. એ સાથે જ થોડાં સમય પહેલાં વોક વે નજીક બનાવવામાં આવેલી લોખંડની ગ્રીલ તૂટવાની શરૂઆત થઈ ચૂકી છે. રોડ નજીક કૃત્રિમ તળાવની સામે ગ્રીલ તૂટેલી જોવા મળે છે. આ જ રસ્તા પર રોહિત ઈ પટેલ ના ઘર આસપાસના વિસ્તારોમાં કેટલાય ફૂલ ઝાડ પાણી વિના સુકાય જવા તરફ આગળ વધી રહ્યાં છે. ફૂલ ઝાડ અને અન્ય વૃક્ષોના રક્ષણ માટે ગોઠવવામાં આવેલી જાળી તૂટીને જમીન પર પડેલી જોવા મળી રહી છે અને તેની સાથે ફૂલ ઝાડ પણ જમીન તરફ નમેલા જોવા મળી રહ્યાં છે.

આમ પાલિકા દ્વારા કુલ રૂપિયા 1,91,000,00 લાખના મબલખ ખર્ચ સાથે કરવામાં આવેલ આ કામ યોગ્ય દેખરેખ ના અભાવે વેઠ ઉતારી પૂર્ણ કરવામાં આવ્યું હોય એવું લાગે છે. આ અંગે સોનગઢના જાગૃત નાગરિકે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી પાલિકા દ્વારા હાલમાં ચાલતા વિકાસ કામો બાબતે તપાસની માંગ કરી છે. સોનગઢ દેવજીપૂરા વોક વે નજીક રોપવામાં આવેલ ફૂલ ઝાડ માવજત ના અભાવે નાશ થવા તરફ છે જ્યારે તૂટી ગયેલી લોખંડની ગ્રીલ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button