માંડવી

માંડવીના ઘંટોલી ગામના મંદિર ફળિયાથી રૂપણ ગામના સ્મશાન તરફ જતા રસ્તા પર ક્યારેય મોટા અકસ્માત થાય તેવી દહેશત

જવાબદાર કોણ માર્ગ મકાન વિભાગ કે રસ્તો બનાવનાર એજન્સી?

પ્રાપ્ત માહિતી મુજબ માંડવી તાલુકાના ઘંટોલી ગામે ઘંટોલી મંદિર ફળિયા થી રૂપણ સ્મશાન તરફ જતો સીધો રસ્તો આઝાદીના વર્ષો પછી બનાવવામાં આવ્યો. તેને લઈ લોકોમાં આનંદની લાગણી વરસાય છે.

હકીકતમાં મળતી માહિતી મુજબ તે રસ્તાની જીણવટી તપાસ કરતા જે ઘંટોલી મંદિર ફળિયાથી રૂપણ સ્મશાન તરફ જતો રસ્તો બનાવવામાં આવ્યો પરંતુ ઘંટોલી મંદિર ફળિયાથી થોડે દૂર જતા રસ્તાની બાજુમાં ક્યારીઓ આવેલ છે જે કયારીઓ ઊંડાઈના ભાગે આવેલ હોય, ત્યારે ક્યારીઓ અને રસ્તાની બાજુમાં જો પ્રોટોકસન વોલ કે પ્રોડક્શન એંગલ નહીં મૂકવામાં આવે તો મોટા અકસ્માત થવાના સંભવ રહે તેમ છે. જેથી કોઈક મોટા અકસ્માત ન સર્જાય તે પહેલા માર્ગ મકાન વિભાગ વહેલી તકે યોગ્ય ઇનપેકશન કરી વહેલી તકે લોખંડની પ્રોટેક્શન એંગલ મૂકી રાહદારીઓને સલામતી મળે અને મળી રહે એવી લોકોની માંગ ઉઠવા પામી છે.

Related Articles

Back to top button