દેશરાજનીતિ

હાય…હાય…ઉપમુખ્યમંત્રીના પદ માટે બંધારણમાં કોઈ જોગવાઈ જ નથી

તો કેમ પાર્ટીઓમાં આ પદ માટે હોડ જામી છે

  • દેશમાં ઉપમુખ્યમંત્રી પદનો વધ્યો ક્રેજ
  • જે પદની બંધારણમાં કોઈ જોગવાઈ જ નથી
  • સૌથી વધુ આંધ્રપ્રદેશમાં પાંચ ઉપમુખ્યમંત્રી

દેશમાં જે પદ માટે બંધારણમાં કોઈ જોગવાઈ જ નથી તેવા પદની ભરમાર છે. આ પદ છે ઉપમુખ્યમંત્રીનું પદ જીહાં. બંધારણમાં આ ઉપમુખ્યમંત્રીના પદની કોઈ જોગવાઈ જ નથી તેમ છતાં દેશમાં 26 જેટલા ઉપમુખ્યમંત્રી છે, ત્યારે ક્યાં કેટલા ઉપમુખ્યમંત્રી છે.

બિહારમાં મચ્યો સત્તાનો સંગ્રામ તો ઉભો થયો એક સવાલ કે આખરે રાજનીતિમાં ઉપમુખ્યમંત્રીનું પદ શા માટે છે? રાજકીય પક્ષોમાં આ ચર્ચા ત્યારે જોર પકડવા લાગી છે જ્યારે નીતિશ કુમાર સાથે બિહારમાં સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તો સવાલ એ છે કે જ્યારે બંધારણમાં ઉપમુખ્યમંત્રી જેવા કોઈ પદની જોગવાઈ જ નથી તો પછી દેશભરમાં ઉપમુખ્યમંત્રીઓની ભરમાર કેમ છે? રાજ્યોમાં સરકાર પછી બને છે, મુખ્યમંત્રી સાથે ઉપમુખ્યમંત્રી પહેલા જ નક્કી થઈ જાય છે. તેની પાછળનું રાજકીય ગણિત શું છે તે પછી જણાવીશું પહેલા એ જાણી લો કે હાલમાં દેશમાં ક્યા ક્યા રાજ્યોમાં કેટલા ઉપમુખ્યમંત્રી છે.

આંધ્રપ્રદેશમાં પાંચ ઉપમુખ્યમંત્રી છે , જ્યારે યુપી, મહારાષ્ટ્ર, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મેઘાલય અને નાગાલેન્ડમાં બે બે ઉપમુખ્યમંત્રી છે

આંધ્રપ્રદેશમાં પાંચ ઉપમુખ્યમંત્રી

તમને જાણીને નવાઈ લાગશે કે આંધ્રપ્રદેશમાં તો ઉપમુખ્યમંત્રીનો રેકોર્ડ જ તૂટી ગયો છે. કારણકે આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડીની સરકારમાં એક-બે નહીં પરંતુ સૌથી વધુ પાંચ ઉપમુખ્યમંત્રી છે. આંધ્રપ્રદેશ સરકારમાં કે.નારાયણ સ્વામી, અમજદ બાશા, રાજન્ના ડોરા પીડિકા, બુદી મુત્યાલા નાયડુ, કોટ્ટુ સત્યનારાયણ ઉપમુખ્યમંત્રી છે. એવી જ રીતે યુપી, મહારાષ્ટ્ર, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મેઘાલય અને નાગાલેન્ડમાં બે-બે ઉપમુખ્યમંત્રી છે. જ્યારે હરિયાણા, કર્ણાટક, હિમાચલ, તેલંગાણા અને અરૂણાચલપ્રદેશમાં એક-એક ઉપમુખ્યમંત્રી છે. આમ હાલમાં દેશમાં કુલ 26 ઉપમુખ્યમંત્રી છે.

આંધ્રપ્રદેશના પાંચ ઉપમુખ્યમંત્રીના નામ

  • કે.નારાયણ સ્વામી
  • અજમદ બાશા
  • રાજન્ના ડોરા પીડિકા
  • બુદી મુત્યાલા નાયડું
  • કોટ્ટા સત્યનારાણ

હાલમાં દેશમાં કુલ 26 ઉપમુખ્યમંત્રી છે

આંધ્રપ્રદેશ સરકારમાં કે.નારાયણ સ્વામી, અમજદ બાશા, રાજન્ના ડોરા પીડિકા, બૂદી મુત્યાલા નાયડુ, કોટ્ટ સત્યનારાયણ ઉપમુખ્યમંત્રી છે. એવી જ રીતે યુપી, મહારાષ્ટ્ર, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મેઘાલય અને નાગાલેન્ડમાં બે બે ઉપમુખ્યમંત્રી છે. જ્યારે હરીયાણા, કર્ણાટક, હિમાચલ, તેલંગણા અને અરૂણાચલ પ્રદેશમાં એક એક ઉપમુખ્યમંત્રી છે. આમ હાલમાં દેશમાં 26 ઉપમુખ્યમંત્રી છે.

ઉપમુખ્યમંત્રી પદની હોડ ક્યાં જઈને અટકશે ?

બિહાર બાદ રાજકીય પક્ષોએ રાજસ્થાન અને પંજાબમાં પણ આ પ્રયોગ કર્યો, અને હવે તો સરકારમાં ઉપમુખ્યમંત્રી બનાવવાની હોડ લાગી છે. એવામાં રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, જો ઉપમુખ્યમંત્રી પદ બંધારણમાં નથી તો પછી આ પરંપરા શા માટે જાળવી રાખી છે. અને જો એટલું જ જરૂરી છે તો પછી બંધારણમાં તેની ઔપચારીક વ્યવસ્થા શા માટે નથી કરવામાં આવી રહી. સવાલો અનેક છે પણ જવાબ એક પણ નથી. ત્યારે હવે આ ઉપમુખ્યમંત્રી પદની હોડ ક્યાં જઈને અટકશે તે જોવું રહ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button