તાપી

સોનગઢના જેસીંગપુરા ટેકરા પાસે ચાલુ કારમાં અચાનક આગ લાગી

મોટી જાનહાની ટળી

સોનગઢના જેસીંગપુરા ટેકરા ઉપર શુક્રવાર બપોરે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર નજીકથી પસાર થતી એક હ્યુન્ડાઈની સેન્ટ્રો કાર નંબર GJ-1-HL- 0625 માં અચાનક આગ ફાટી નીકળતાં અફરા તફરી મચી ગઇ હતી.

કારમાં આગની ઘટના અંગે અંદર બેસેલા લોકોને સમયસર જાણ થઈ જતાં તેઓ કારમાંથી ઝડપથી ઉતરી ગયાં હતાં જેથી જાનહાની ટળી હતી. આ બનાવ અંગે સોનગઢ પોલીસ અને નગર પાલિકા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. પાલિકા ફાયર સ્ટાફે આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. પ્રથમ દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે. સોનગઢમાં અચાનક આગ લાગી જતા બળીને ખાક થયેલી કાર.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button