બારડોલી

બારડોલીમાં RTI એક્ટનો દુરુપયોગ કરી ખંડણી માગનાર ગેંગ સામે ત્રીજી ફરિયાદ

6 લાખ નહીં આપો તો દુકાન - મકાનનું કામ અટકાવી દેવાની ધમકી આપી હતી

બારડોલીમાં આર.ટી.આઈ. એક્ટનો દુરુપયોગ કરીને બાંધકામ કરનારાઓ પાસેથી ખંડણી માંગનાર પિતા-પુત્ર સહિત ત્રણ સામે ત્રીજો ગુનો નોંધાયો છે.

ગાંધી રોડ પર સુરતીઝાંપા વિસ્તારમાં રહેતા નટવરભાઈ ઉર્ફે ભૂરીયાભાઈ છગનભાઈ રાઠોડ (77)એ આપેલી ફરિયાદ મુજબ ગત 17/10/2022ના તેમની માલિકની જગ્યામાં દુકાન તથા મકાનનું બાંધકામ શરૂ કર્યું હતું. તે સમયે બાબેન ગામનો અન્સાર ખાટીક ત્યાં આવ્યો હતો અને તમે સરકારી જમીનમાં બાંધકામ કરો છો. અને જો કામ ચાલુ રાખવું હોય તો મને તથા મોહશીનને મળી જજો એમ કહેતા નટવરભાઇએ પતાવટ કરવાની ના પડી હતી. જેથી થોડા દિવસ બાદ અન્સાર ખાટીક અને મોહશીન મેમણે ઇબ્રાહિમ મેમણના કહેવાથી પાલિકામાં અરજી કરી હતી. બાંધકામ ચાલુ રાખવા માટે 6 લાખ રૂપિયાની માગ કરી હતી. જો કે નટવરભાઈએ આપવાની ના પાડી દીધી હતી. દરમ્યાન, અરજીના આધારે નગરપાલિકા અને સિટી સર્વે કચેરી દ્વારા તેમના બાંધકામની માપણી કરાઇ હતી. અવારનવાર હેરાનગતિથી કંટાળી નટવરભાઈએ અન્સાર અને મોહશીનનો સંપર્ક કરી 1.50 લાખ રોકડા આપ્યા હતા. પરંતુ અરજી પછી ખેંચી લેવા માટે ટુકડે ટુકડે પાંચ લાખ રૂપિયા પૂરા કરી આપવા પડશે એમ જણાવ્યુ હતું. દરમ્યાન આઠ માસ પહેલા બાંધકામ પૂર્ણ થયા બાદ તેઓ બાકીના રૂપિયાની ઉઘરાણી ચાલુ રાખી હતી અને નટવરભાઈને તમે બુટલેગર છો પોલીસ કેસમાં ફસાવી દઈશ એવી ધમકી આપી ખોટી ખોટી અરજીઓ કરી હતી. આથી નટવરભાઈએ ગતરોજ ત્રણેય વિરુદ્ધ બારડોલી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Back to top button