શિક્ષણ

તુરીયાની શાકભાજી: સુગર તેમજ પેટના રોગો માટે ચમત્કારી છે શાકભાજી

  • આ શાકભાજી બજારમાં માત્ર 3 મહિના જ આવે છે

  • તુરીયામાં વિટામિન સી, આયર્ન, ઝિંક, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં રહેલું છે

હાલના સમયમાં મોટાભાગના લોકોમાં સુગર, ડાયાબિટીસ જેવા રોગો જોવા મળતા હોય છે. અને તેના માટે કેટલાક લોકો ઘરગથ્થુ ઉપચાર કરતા હોય છે. તો કેટલાક લોકો દવાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આજે અમે તમને ભારતીય શાકભાજીની વાત કરી રહ્યા છીએ જે શાકભાજીનું નામ તુરીયા છે. તુરીયા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક માનવામાં આવે છે.

આ શાકભાજી બજારમાં માત્ર 3 મહિના જ આવે છે

સ્વાસ્થ્ય માટે લાભદાયી તેવી આ શાકભાજી બજારમાં માત્ર 3 મહિના જ આવે છે. આ શાકભાજી વજન ઘટાડવા માટે, સુગર લેવલને કન્ટ્રોલ રાખવા માટે તથા ઈમ્યુનિટી પાવર વધારવા માટે મદદરુપ થાય છે. તે ઉપરાંત આ તુરીયાનું શાક સ્કિન માટે પર ફાયદાકારક કહેવામાં આવે છે.

તુરીયાનું શાક આવા વિવિધ રોગોમાં ફાયદાકારક માનવામાં આવે છે

હાલમાં આ શાકભાજી બજારમાં આસાનીથી મળી રહે છે.  અને તે પણ 30 થી 35 રુપિયા કિલોના ભાવમાં મળી રહે છે. તુરીયાના શાકભાજી લોકો વિવિધ ટેસ્ટ સાથે બનાવતા હોય છે. તુરીયામાં વિટામિન સી, આયર્ન, ઝિંક, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં રહેલું છે. તુરીયા પીલિયો, ગેસ, માથાનાં દુખાવો, પેટના રોગો, દમ સહિત અન્ય રોગો માટે ફાયદાકારક માનવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button