ઉમરપાડા

ઉમરપાડા તાલુકાના વેલાવી ગામે ચોરીના ચાર સબમર્સીબલ મોટર પંપ વેચવાની ફિરાકમાં ભેગા થયેલા ચોરોને પોલીસે દબોચ્યા

ચાર પંપ સહિત રૂપિયા 54,250 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

ઉમરપાડા તાલુકાના વેલાવી ગામે ચોરીના ચાર સબમર્સીબલ મોટર પંપ વેચવાની ફિરાકમાં ભેગા થયેલા ત્રણ ચોર ઈસમોને પોલીસે ઝડપી પાડી રૂપિયા 54,250 નો મુદ્દામાલ કબજે લીધો હતો.

ત્રણ માસ અગાઉ વેલાવી ગામના ખેડૂત સમીરભાઈ પ્રતાપભાઈ વસાવાના ખેતરમાંથી ત્રણ એચપી સબમર્સીબલ મોટર પંપની ચોરી થઈ હતી તેમજ શરદા ગામના ખેડૂત અનવરભાઈ ગંભીરભાઈ વસાવાના ખેતરમાંથી બે એચપી સબમરસીબલ મોટર પંપની ચોરી થઈ હતી

અધિક પોલીસ મહાનિદેશક વાબાગ ઝમીર પોલીસ અધિક્ષક હિતેશ જોયસર નાયબ વિભાગીય પોલીસ અધિક્ષક બી કે વનાર દ્વારા વિસ્તારમાં શરીર સબંધી તથા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ તેમના દિશા-નિર્દેશ હેઠળ ઉમરપાડા પોસ.ઈ એ.ડી.સાબડ, ઉમરપાડા પોલીસ સ્ટેશનના માણસોની અલગ-અલગ ટીમો બનાવી જરૂરી દિશા સુચન અને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામા વર્કઆઉટ કરી કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન પેટ્રોલિંગમાં નીકળેલા હે.કો. રવિન્દ્રકુમાર કરણસીંગ તથા અ.પો.કો. રમજાનભાઈ ચાંદભાઈને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, સબમર્સીબલ મોટર પંપની ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ વેલાવી ગામના સુનિલભાઈ રૂપસીગભાઈ વસાવા વિલાસભાઈ નરપતભાઈ વસાવા તથા ડેડીયાપાડા તાલુકાના ઝાંક ગામના કલ્પેશભાઈ ફુલસીંગભાઈ વસાવા નાઓએ સાથે મળીને ચોરી કરેલ સબમર્શીબલ મોટર તથા અન્ય મુદ્દામાલ વેલાવી ગામના સુનિલભાઈ રૂપસીંગભાઈ વસાવાના ઘરના વાડામાં સંતાડી રાખેલ છે. હાલ તેઓ ત્રણેય જણા સુનિલભાઇ રૂપસીંગભાઈ વસાવાના ઘરે ભેગા થયેલ છે અને ચોરીનો મુદ્દામાલ વેચવાની ફિરાકમાં છે. તેવી બાતમી હકીકત મળતા પો.સ.ઈ. એ.ડી.સાબડ, હે.કો. રવિન્દ્રકુમાર કરણસિગ,પો.કો. જીગરભાઈ ઇશ્વરભાઇ, પો.કો.ગોપાલભાઈ ભગતભાઈ,પો.કો. રમઝાનભાઈ ચાંદભાઈ, વગેરે ની ટીમે ઉપરોક્ત ત્રણ આરોપીને ચાર જેટલી ચોરીની સબમર્સીબલ મોટર પંપ સાથે ઝડપી લીધા હતા કુલ રૂપિયા 54,250 નો મુદ્દા માલ કબજે લેવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button