તાપી

વાલોડ તાલુકાના અંધાત્રી ગામે ડાકણના વહેમમાં સગીરા સહિત ત્રણ મહિલાને માર મરાયો

પોલીસ કેસથી બચાવવા ગામના આગેવાનોએ ₹10,000 સમાધાન પેટે આપી મોઢું બંધ કરાવ્યું

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધાત્રી ગામે રહેતી એક સગીરાના માતા અને અન્ય એક બહેનને સાંકળથી માર મારતા થયેલ ઇજાઓને કારણે વાલોડ પોલીસમાં ફરિયાદ અરજ કરવામાં આવી હતી. પોલીસથી બચાવવા કેસથી બચાવવા ₹10,000 સમાધાન પેટે આપી મોઢું બંધ કરાવી દેતા સોશિયલ મીડિયા ઉપર ચકચાર મચી છે.


વાલોડ તાલુકામા સોશિયલ મીડિયા ઉપર એક ઘટનાને લઇ ઘણી ફિટકાર વરસાવામાં આવી રહી છે, જે ઘટનામાં સોશિયલ મીડિયામાં ફરતા થયેલ મેસેજમાં જણાવ્યું હતું કે અંધાત્રી ગામમાં ધારાસભ્યના ફળિયાના બાજુમાં મણિપુર જેવી ઘટના થતાં રહી ગઈ હતી.

બન્યું એવું કે બુહારીનો એક ભૂવો અને એમની સાથે અંધાત્રીના બની બેઠેલા ચેલા અને આજુબાજુ ના દુઃખિયારા ભાઈઓ અને બહેનો ભેગા થઈ ધામણિયા તાડ ફળિયાના એક વ્યક્તિના ઘરે પૂજા વિધિ રાખેલ અને તેમાં એક 15 વર્ષની બીમાર છોકરી અને છોકરીની માતા અને બીજી ત્રણ દુખીયારી બહેનો ભુવા સામે જઈને દુઃખ મિટાવવા માટે ગયેલ ત્યારે ભુવાએ એવું કહેલું કે તમારા શરીરમાં ડાકણ ભરાયેલી છે. એને કાઢવા માટે સાકળના સપાટા મારવા પડશે, એવું કહી સાકળના સપાટા મારવાનું ચાલુ કરેલ અને તેમાં આશરે 15 વર્ષની છોકરીને મોઢામાં અને આંખના ભાગે અને પીઠના ભાગે ઘણો માર પડેલ છે, એની સાથે છોકરીની માતાને અને ફળિયાની અન્ય મહિલા અને બીજી 2 બહેનોને સાકળથી માર મારવામાં આવેલ અને ઘણું વાગેલ હોવાથી બુહારી પોલીસ સ્ટેશને ચારેય મહિલાઓએ ફરિયાદ અરજ કરેલ અને ત્યારબાદ બંને પક્ષોને બોલાવી રૂ.10000માં પતાવટ કરેલ ત્યારબાદ પાછળથી કંઇપણ થાય તેની જવાબદારી રહેશે નહિ.

આ રીતના મેસેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા લોકો રોષ ધીરે ધીરે વધી રહ્યો છે. મળતી માહિતી મુજબ વાલોડ પોલીસે ફરિયાદ અરજ બાબતે ભુવાને બોલાવેલ હોવાથી પોલીસ કેસથી બચવા માટે કોઈક મોટા આગેવાન દ્વારા આ બાબતે બંને પક્ષને વચ્ચે રાખી એક સગીરા અને ત્રણ મહિલાઓને માર મારવામાં આવ્યો હોવા છતાં ₹10,000 માં પતાવટ થયા હોવાનું બહાર આવ્યું છે, ત્યારે આવી અંધશ્રદ્ધામાં માની અને ડાકણના વહેમ રાખી એક સગીરા અને તેની સાથે આવેલ ત્રણ મહિલાઓના માર મારતા આવા વ્યક્તિઓને બચાવવા માટે જે આગેવાન બહાર આવ્યો હતો. તેની સામે લોકોનો આક્રોશ વધી રહ્યો છે. આ ઘટના નાની ન કહી શકાય, ત્રણ મહિલા તથા નાની સગીરાને લોખંડની સાંકળથી માર મારતા થયેલ ઇજાઓને કારણે અંધશ્રદ્ધામાં માનનારા પણ પોલીસ સ્ટેશનમાં અરજ કરે અને કેસ થાય તે પહેલાં સમાધાન કરાવી પતાવટ બહારથી કરી દેવામાં આવે તે કેટલા અંશે યોગ્ય કહી શકાય?

અંધાત્રી ગામની ઘટના અંગે વાલોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.જે .પંચાલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ભોગ બનનાર મહિલાઓને બોલાવતા મહિલાઓએ સમાધાન થઈ ગયા અંગે જણાવતા પોલીસ ફરિયાદ થઈ ન હતી. અંધશ્રદ્ધામાં ભુવા દ્વારા મારવામાં આવેલ ઇજાઓમાં સમાધાન કર્યા પછી મહિલા કે સગીર યુવતીને સમાધાન બાદ પાછળથી કંઇપણ થાય એના જવાબદાર કોણ?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button