તાપી

હાઇવે ઉપર હાઇ સ્પીડનો વધુ એક કિસ્સો: ટીચકપુરા પાસે હાઇવેના ખાડા પુરી રહેલા ત્રણ‎ શ્રમિકોને ટ્રકે ઉડાવતા 2ના મોત‎

વ્યારા તાલુકા ના ટીચકપુરા ખાતે પસાર થતાં હાઈવે પર ખાડા પુરવાની કામગીરી કરી રહેલા ત્રણ શ્રમજીવીઓને પુરપાટ ઝડપે આવતી ટ્રકે અડફેટે લેતા બે વ્યક્તિઓને ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યા મોતની નીપજ્યું હતા. જ્યારે એક વ્યક્તિને ઇજા પોહચી છે.

વ્યારા ટીચકપુરા ગામની સીમ માંથી પસાર વ્યારાથી બારડોલી જતા નેશનલ હાઇવે નં.53 ઉપર ટીચકપુરા પાસે સેવન ડે સ્કુલની સામે રોડ ઉપર બપોર નાં અરસામાં એક હાઇવા ટ્રક નં. GJ-21-Y-9524 ના ચાલકે પોતાના ટ્રકને પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી હાઇવે ઉપર ખાડાના પુરવાનું કામકાજ કરી રહેલા ત્રણ શ્રમજીવીઓમાંથી બે વ્યક્તિઓને ભાર્ગવભાઇ ઉર્ફે બંટીભાઇ રાકેશભાઇ વસાવા તથા રાકેશભાઇ દાસુભાઇ ગાવીતનાઓને અડફેટે લેતાં બંને વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે ત્રીજા વ્યક્તિ પિયુશભાઇ રજનીકાંતભાઇ ગામીત (રહે.કીકાકુઇ ગામ તા.સોનગઢ જી.તાપી)ની ઇજા પોહચી છે.  અકસ્માત કર્યા બાદ ટ્રક ચાલક ભાગી છુટ્યો હતો જે બનાવ અંગે પોલીસે મયુરભાઇ કરણસિંગભાઇ વસાવા (રહે ચિત્તપુર ગામ નિશાળ ફળીયુ તા.ઉચ્છલ જી.તાપી )ની ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં જીવ ગુમાવનાર અને ઇજાગ્રસ્તના નામ

મરણજનાર :

1. ભાર્ગવભાઇ ઉર્ફે બંટીભાઇ રાકેશભાઇ વસાવા (ઉ.વ.22)(રહે. ચિત્તપુર ગામ નિશાળ ફળીયુ તા.ઉચ્છલ જી.તાપી),

2. રાકેશભાઇ દાસુભાઇ ગાવીત (ઉ.વ.36)( રહે. ચિત્તપુર ગામ આમલી ફળીયુ તા.ઉચ્છલ જી.તાપી

ઇજા પામનાર :

1. પિયુશભાઇ રજનીકાંતભાઇ ગામીત (રહે.કીકાકુઇ ગામ તા.સોનગઢ જી.તાપી)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button